કાર્યવાહી:પીપળિયામાં ઇન્ડિયન ઓવરસીઝના ATMમાંથી ‌રૂા.10.43 લાખની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એટીએમમાં યાંત્રીક ખામી સર્જાતા લાભ ઉઠાવ્યાની શંકા
  • બેંક મેનેજર અને પટાવાળા સહિત 4 જણા સામે શંકા દર્શાવતી ફરિયાદ

શહેરનજીક વાઘોડીયા પીપળીયા ખાતેની ધીરજ હોસ્પિટલમાં આવેલી ઇન્ડીયન ઓવરસિઝ બેંકના એટીએમ મશીન ખોલીને તેના વોલ્ટમાંથી 10.43 લાખની રોકડ ની ચોરી થતાં હાલના બ્રાન્ચ મેનેજરે તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત 4 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એટીએમમાં યાંત્રીક ખામી સર્જાતા તેનો લાભ ઉઠાવી આ શખ્સોએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

ધીરજ હોસ્પિટલનાં આવેલ ઇન્ડીયન ઓવરસિઝ બેંકના હાલના બ્રાન્ચ મેનેજર સ્વીટી સુનિત જયસ્વાલે પોલીસમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર હેમંતકુમાર મીના, હંગામી પટાવાળા શૈલેશ શર્મા, વિનુભાઇ અને શુભમસિંગ નામના શખ્સો સામે ફરિયાદ કરી હતી કે તેમણે બેંકમાં 25 ઓકટોબરે બ્રાન્ચ મેનેજર હેમંત કુમાર મીના પાસેથી ચાર્જ સંભાળ્યો હતો ત્યારે બેંકનું એટીએમના કોમ્પ્યુટરમાં જોતાં બેલેન્સ 10.43 લાખ જોવા મળ્યું હતું.

તેમણે હેમંત મીનાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હેમંત મીના અને પટાવાળા શૈલેશે એટીએમમાં 15 લાખ લોડીંગ કર્યા હતા અને ત્યાર પછીના દિવસે પણ 7.78 લાખ લોડીંગ કરેલા હતા. ત્યારબાદ 19 તારીખે રાત સુધી એટીએમ ચાલુ હતું પણ ત્યારબાદ એટીએમ માં યાંત્રીક ખામી સર્જાતા બંધ થઇ ગયું હતું જેથી રીપેરીંગ માટે કંપનીના વિનુભાઇને બોલાવ્યા હતા પણ તે પણ રિપેરીંગ ના થતાં જતા રહ્યા હતા. ત્યારબાદ ફરીથી તેમણે વિનુ અને શુભમને રિપેરીંગ માટે બોલાવ્યા હતા પણ તેમણે બેટરી બદલવાની વાત કરી જતા રહેતા તેમણે કંપનીમાં જાણ કરી હતી.

ત્યારબાદ એટીએમ રિપેર માટે પ્રવિણ રાજ આવતાં સિકયોરીટી સાથે તે એટીએમમાં જતા એટીએમના કેશના દરવાજા ખુલ્લા હતા જેથી તેમણે તત્કાળ રિઝનલ ઓફિસમા જાણ કરી હતી. ત્યારબાદ તપાસમાં જણાયુ હતું કે એટીએમમાં યાંત્રીક ખામી સર્જાતા તેનો લાભ લઇને એટીએમ મશીન ખોલીને તેના વોલ્ટમાંથી 10.43 લાખની ચોરી થઇ હતી જેમાં પ્રથમ દ્ષ્ટીએ શકદાર કરીકે હંમત મીના, શૈલેશ , વિનુ અને શુભમ સામે શંકાની સોય તકાતા પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી ઘટનાની તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...