ચોરી:જૂના છાણી રોડ પર બંધ ઘરમાંથી 64 હજારની ચોરી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુના છાણી રોડ પર આવેલી સૂર્ય નગર સોસાયટીમાં રહેતા પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા 64000ની મત્તાની ચોરી કરી ફરાર થતા બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પરિવાર મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના જૂના છાણી રોડ પર આવેલી સૂર્ય નગર સોસાયટી માં ગીતાબેન અગ્રવાલ રહે છે. તેઓ ઘરકામ કરે છે. રવિવારે બપોરે તેઓ ગોત્રી વિસ્તારમાં તેઓના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન એ લીધું હતું. તસ્કરોએ મકાનના દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને મકાન મૂકેલી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી.

રવિવારે સવારે તેઓના પડોશીઓએ ગીતાબેનેને મકાનનો દરવાજાનો નકુચો તૂટેલો હોવાનું જણાવતા ગીતાબેન અને તેમના પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા. તેઓએ તપાસ કરતા મકાનમાંથી રૂ. 64 હજારની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળતા તેઓએ ફતેગંજ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે પુછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...