તસ્કરી:રુકમણી ચૈનાનીમાંથી પ્રસૂતાના દાગીના અને રોકડની ચોરી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આણંદની મહિલાને સયાજીમાં દાખલ કરાઈ હતી
  • દાગીનાવાળો ડબ્બો થેલીમાં મૂક્યા બાદ ગાયબ થયો

આણંદ જિલ્લાના છારોલ ખાતે રહેતી પ્રસૂતા ડિલિવરી કરાવવા માટે સયાજી હોસ્પિટલના રુકમણી ચૈનાનીમાં આવી હતી. જ્યાંથી તેમના સોનાના દાગીના અને રોકડની ચોરી થતાં રાવપુરા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના છારોલ ગામના જગદીશભાઈ તેમની બહેન સુમિત્રાબેન સંજયભાઈને લઈ ગત 1લી તારીખે પ્રસૂતિ માટે શહેરની સયાજી હોસ્પિટલની રુકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં આવ્યા હતા. આ સમયે તેમનાં બહેન સુમિત્રાબેનની ખબર કાઢવા ત્યાં પહોંચ્યાં હતાં.

દરમિયાન જાણવા મળ્યું હતું કે, પ્રસૂતિ સમયે સુમિત્રાબેને પહેરેલી સોનાની એક ચેન, કાનની બુટ્ટી તથા નાકની ચૂની કાઢીને ડબામાં મૂકી હતી. તદુપરાંત 1 હજાર રૂપિયા જેટલા રોકડા અને સોનાનાં ઘરેણાં થેલીમાં મૂક્યાં હતાં. જે દાગીના ભરેલો ડબ્બો અને રોકડ ગાયબ થયા હતા. પરિવારજનોએ રૂમમાં શોધખોળ કરી હતી, પરંતુ ત્યાં ન મળી આવતાં સુમિત્રાબેનના ભાઈ જગદીશભાઈએ દાગીના અને રોકડની ચોરી થઇ હોવાની અરજી રાવપુરા પોલીસ મથકે આપી હતી. જે અંગે રાવપુરા પોલીસ મથકના સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...