વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:શહેરમાં ફરી SBIના ત્રણ ATMમાં ચીપિયો ભરવી રોકડની ચોરી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
જે.પી.રોડ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર - Divya Bhaskar
જે.પી.રોડ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

વડોદરામાં ફરી એકવાર SBIના બેંકના ત્રણ ATMમમાં બે શખ્સ ચીપિયો (ચિપ્સ) ભરવીને બે હજાર રૂપિયા ચોરી લીધાની ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સ્ટેટ બેંકના ATMમાં કેશ મુકવાની ફરજ બજાવતા મનોજકુમાર ભદુરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, SBIના ત્રણ ATMમાંથી રૂપિયા ન ઉપડતા હોવાની ફરિયાદ મળતા ત્યાં તપાસ કરતા જણાવા મળ્યું કે કોઇ બે અજાણ્યા લોકોએ ATM સાથે છેડછાડ કરી હતી અને ચીપિયો ભરવીને રૂપિયા ઉપાડ્યા હતા.

ક્યા ત્રણ ATMને ટાર્ગેટ કરાયા
રાજવી ટાવર, ઓ.પી. રોડ ખાતે SBIનું ATM
શિવ કોમ્પલેક્ષ, અટલાદરા ખાતે SBIનું ATM
ટ્રીનકોમર્શિયલ હબ, અટલાદરા સનફાર્મા રોડ ખાતે SBIનું ATM

આજવા રોડ પર પણ ATMમાં ચોરી થઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શહેરના આજવા રોડ પરના ATMમાં પણ આજ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચીપિયો મુકી ચોરીની ઘટના બની હતી. ત્યારે આ તમામ ઘટના એક જ ગેંગ દ્વારા પાર પાડવામાં આવી હોવાની શક્યતા છે.