દિવાળીના તહેવારોમાં તસ્કરો ત્રાટક્યા:વડોદરા પાસે જવાહરનગરમાં 3 દુકાનોમાં જીન્સ-શર્ટ અને મોબાઇલ સહિત 79 હજારની મત્તાની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેર નજીક જવાહરનગરમાં 3 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મોબાઇલ, જીન્સ અને શર્ટ મળીને કુલ 79 હજારની મત્તાની ચોરી થઇ હતી. આ મામલે જવાહરનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

દુકાનમાં તમામ સામાન વિખેર જણાયો
વડોદરા શહેર નજીક જવાહરનગરના શાપુર જશાપુરાના ભાથુજીવાળા ફળિયામાં રહેતા નિલેશસિંહ નટવરસિંહ સોલંકી કોયલી રોડ પર આવેલ ગોવર્ધન શોપિંગ કોમ્પ્લેક્ષમાં ફન્કી ડિઝાઈનર વેરની ગારમેન્ટની દુકાન ધરાવી વેપાર કરી પોતાનું અને પરવીરનું ગુજરાન ચલાવે છે. ગત 1 નવેમ્બરના રોજ નીલેશ પોતાની દુકાન બંધ કરી શટરને તાળા મારી પોતાના ઘરે ગયા હતા. ઘરે ગયા બાદ બીજા દિવસે સવારે પોતાની દુકાને પરત ફર્યા હતા. જ્યાં તેમણે દુકાનનું શટર ખોલી અંદર પ્રવેશતા દુકાનમાં તમામ સામાન શર્ટ અને પેન્ટ વેર વિખેર જણાયો હતો.

કાપડ અને મોબાઇલ શોપમાં ચોરી
દરમિયાન તેમણે વધુ તપાસ કરતા તસ્કરોએ પીઓપો તોડી સીલિંગ છતનું પતરું કાપી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી રૂ. 40,000ની મત્તાના 100 જીન્સ પેન્ટ, જુદી-જુદી સાઈઝના રૂ.25,000ની મત્તાના 70 શર્ટ તેમજ ટી શર્ટ મળી કુલ રૂ, 65,000ની ચોરી થઇ હતી. તેમજ તેમની બાજુમાં આવેલ દીપકભાઈ દેસાઈની મોબાઈલની દુકાનમાંથી રૂ.10,000ની મતાના 3 મોબાઈલ ફોનની ચોરી થઇ હતી. તેમજ તેમની બાજુમાં આવેલ અન્ય એક વિમલભાઈ વિજયભાઈ પંચાલની ગારમેન્ટની દુકાનમાંથી રૂ. 4000ની મતાના 20 શર્ટ તેમજ ટી શર્ટની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...