તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Theft Of 74,000 Items Including Pounds, Dollars, Gold Jewelery From The Closed House Of An Old Man Who Went To His Daughter's House In Vadodara

ચોરી:વડોદરામાં દીકરીના ઘરે ગયેલા વૃદ્ધાના બંધ મકાનમાંથી પાઉન્ડ, ડોલર, સોનાના દાગીના સહિત 74 હજારના મુદ્દામાલની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પડોશીએ ફોન કરીને ચોરી થયાની જાણ કરતા વૃદ્ધા ઘરે દોડી ગયા હતા

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ હ્રદય સોસાયટીમાં બંધ મકાનના તસ્કરો તાળાં તોડી પાઉન્ડ, ડોલર મળી રૂપિયા 74 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. મકાન માલિક વૃદ્ધા બિમાર જમાઇના ઘરે દેખરેખ રાખવા માટે ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાને નિશાન બનાવ્યું હતું.

15 દિવસ માટે દીકરીના ઘરે ગયા હતા
વડોદરાના અટલાદરા વિસ્તારમાં બી-17, પ્રમુખ હ્રદય સોસાયટીમાં 67 વર્ષિય માલવિકાબહેન મહેન્દ્રભાઇ પટેલ એકલા રહે છે. તેઓનો પુત્ર પરિવાર સાથે લંડનમાં રહે છે. જ્યારે પરિણીત મોટી દીકરી ગોત્રી હરીકૃપા સોસાયટીમાં રહે છે. જમાઇનું ઓપરેશન કરાવ્યું હોવાથી માલવિકાબહેન પટેલ પોતાના મકાનને તાળું મારી ગત 18 ઓગસ્ટના રોજ દીકરીના ગોત્રી ખાતે આવેલા મકાનની દેખભાળ રાખવા માટે 15 દિવસ રહેવા માટે ગયા હતા.

પડોશીએ ફોન કરીને ચોરી થયાની જાણ કરી
દરમિયાન 25 ઓગસ્ટના રોજ સોસાયટીમાં રહેતા હેમંતભાઇ પટેલે માલવિકાબહેન પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે. આ મેસેજ મળતા જ તેઓ પોતાના ઘરે આવી પહોંચ્યા હતા અને મકાન ખોલી તપાસ કરતા કબાટ અને તિજોરીનો સામાન વેરવિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા. તેઓએ વધુ તપાસ કરતા કબાટ અને તિજોરીમાં મૂકેલા ડોલર, પાઉન્ટ અને રોકડ રકમ તેમજ દાગીના જણાઇ આવ્યા ન હતા.

પાઉન્ડ, ડોલર, સોનાના દાગીના સહિત 74 હજારની ચોરી
ચોરીના બનાવ અંગે માલવિકાબહેન પટેલની દીકરીએ પોલીસને જાણ કરતા જે.પી.રોડ પોલીસ દોડી આવી હતી અને ઘરમાં તપાસ કરી વિગતો મેળવી હતી. માલવિકાબહેન પટેલે પોલીસ પૂછપરછમાં તસ્કરો કબાટ અને તિજોરીમાંથી રૂપિયા 70,000 રોકડા, રૂપિયા 2000નું પરચૂરણ, ચાંદીનો જૂડો, પ્રમુખ સ્વામી મહારાજની 50 ગ્રામ વજનની ચાંદીની મૂર્તિ અને પાઉન્ડ અને ડોલર મળી કુલ રૂપિયા 74,400નો મુદામાલ ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું.

જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પ્રમુખ હ્રદય હોસ્પિટલમાં ચોરીના આ બનાવ અંગે જે.પી.રોડ પોલીસે માલવિકાબહેન પટેલની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...