મારૂ ખોવાયેલ પર્સ તમને મળ્યું છે, તેમ જણાવી ખિસ્સા તપાસ કરવાના બહાને અજાણ્યો ગઠિયો ખિસ્સામાંથી 6,500 રૂપિયા કાઢી રફુચક્કર થઇ ગયો ગયો હતો. ગઠિયાનો ભોગ બનેલા આધેડે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જમાઇની ખબર કાઢવા આવેલા સસરાના રૂપિયા લઇને ગઠિયો ફરાર
રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ પ્રમાણે નર્મદા જિલ્લાના ધમાણાસા ગામે રહેતા 60 વર્ષીય ચંદુભાઇ વસાવા ધમાણાસા ગ્રામ પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. તેમના જમાઈએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જમાઇની ખબર કાઢવા આવેલા ચંદુભાઇ સયાજી હોસ્પિટલના પાછળના દરવાજે આવેલી કેન્ટીન ઉપર પાણીની બોટલ લેવા ગયા હતા. જ્યાંથી પરત ફરતાં સમય અજાણ્યો એક્ટિવા ચાલક તેમની પાસે આવી જણાવ્યું હતું કે મારું પર્સ ખોવાઈ ગયું છે. જે તમને મળ્યું છે અને વાતચીત વિશ્વાસ કેળવી તેમના ખિસ્સા ચેક કરી જતો રહ્યો હતો. ત્યારબાદ ચંદુભાઇએ પોતાના ખિસ્સામાં મૂકેલા રોકડા રૂપિયા 6500 તપાસતા મળી આવ્યાં ન હતાં.
ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી
જેથી તેઓએ એક્ટિવા ચાલકને પકડવા દોડ લગાવી હતી, પરંતુ, ગઠિયો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. 6500 રૂપિયા લઇને રફૂચક્કર થઇ ગયેલા ગઠિયા સામે ચંદુભાઇ વસાવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.