તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેપટોપની ચોરી:વડોદરાના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી રોડ પર ટેમ્પોમાંથી 3.19 લાખની કિંમતના 5 લેપટોપની ચોરી, ડ્રાઇવરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોત્રી પોલીસે ડ્રાઇવરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

વડોદરા શહેરના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી રોડ પર આવેલા કોમ્પ્લેક્ષ પાસે ટેમ્પો પાર્ક કરીને કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસમાં સામાનની ડિલિવરી કરવા ગયેલા ડ્રાઇવરના ટેમ્પોમાંથી અજાણ્યા શખસો 3.19 લાખ રૂપિયાની કિંમતના 5 લેપટોપ ચોરી કરી ગયા હતા. ગોત્રી પોલીસે ડ્રાઇવરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કંપનીનો સામાન ટેમ્પોમાં મૂકીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરે છે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાના હબીપુરા ગામ સ્થિત ઠાકોર ફળિયામાં જયેશ રામચંદ્ર પાટણવાડીયા પરિવાર સાથે રહે છે અને તે પોર જીઆઇડીસીમાં આવેલી ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં હિરેન અશ્વિનભાઇ મહેતાનો છોટા હાથી ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરે છે. સાથે તેઓ કંપનીનો માલ સામાન ટેમ્પોમાં મૂકીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરે છે. તેની સાથે તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા પણ કામ કરે છે.

વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે સામાનની ડિલિવરી આપવાની હતી
1 સપ્ટેમ્બરના રોજ 11:30 વાગ્યાના સુમારે જયેશ પાટણવાડીયા અને તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા ટેમ્પોમાં એચ.પી. કંપનીના 8 લેપટોપ તેમજ અન્ય સામાન ભરીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી આપવા માટે નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં એક માણેજા ખાતેની ઓફિસમાં એક લેપટોપની ડિલિવરી આપીને અકોટા ગોવર્ધનનાથજીની હવેલી રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં સામાનની ડિલિવરી આપવા માટે આવ્યા હતા.

ટેમ્પોમાં 7 લેપટોપ પૈકી 5 લેપટોપ જણાઇ ન આવતા ડ્રાઇવર ચોંકી ઉઠ્યો
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બપોરે 2 વાગ્યાના સુમારે જયેશ પાટણવાડીયા વૈકુંઠ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સામાનની ડિલિવરી આપીને અલકાપુરી સેવેક્ષ કંપનીમાં ડિલિવરી આપવા માટે ગયા હતા. તે સમયે ટેમ્પોમાં મૂકેલા 7 લેપટોપ પૈકી 5 લેપટોપ જણાઇ ન આવતા ચોંકી ઉઠ્યો હતો. દરમિયાન તેણે આ બનાવ અંગેની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...