તસ્કરી:બાપોદમાં બંધ મકાનમાંથી 1.95 લાખની મતાની ચોરી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મકાન માલિક સપરિવાર ઢાકામાં સ્થાયી છે
  • હરિઓમ ટેના.ના ઘરમાંથી દાગીના-રોકડ ચોરાયા

શહેરના બાપોદ રંગવાટિકા પાસે આવેલ હરિઓમ ટેનામેન્ટમાં બંધ મકાનમાંથી તસ્કરોએ પ્રવેશી સોના ચાંદીના દાગીના સહિત 1.95 લાખની મતાની ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે મકાનમાલિક પરિવાર સાથે નોકરી અર્થે બાંગ્લાદેશના ઢાકા ખાતે સ્થાયી હતા. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના બાપોદ ગામ રંગવાટિકા પાસે આવેલ હરિઓમ ટેનામેન્ટમાં રહેતા રાજેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડે બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની સોસાયટીમાં જ તેમના મોટાભાઈ શૈલેન્દ્રસિંહ રહે છે.

શૈલેન્દ્રસિંહ છેલ્લા 4 વર્ષથી બાંગ્લાદેશના ઢાકામાં નોકરી કરતાં હોવાથી પરિવાર સાથે ત્યાં જ રહે છે. તાજેતરમાં તેઓ બે માસ માટે વડોદરા આવ્યા બાદ ઢાકા પરત ફર્યા હતા. દરમિયાન ગત તા. 3 નવેમ્બરના રોજ તેમની માતા આ મકાનમાં સાઇકલ મુકવા જતાં ઘરમાં ચોરી થયેલી જણાઇ હતી જેથી તેઓ ભાઇના મકાન ખાતે ગયા હતા.

જ્યાં તસ્કરોએ અંદરના રૂમમાં આવેલ લાકડાના કબાટમાંથી સોનાચાંદીના ઘરેણાંની ચોરી થયેલી જણાઇ હતી. તપાસ દરમિયાન રૂા. 1.82 લાખની મતાના 8 તોલા સોનાના અને રૂા. 13,000ની માતાની 350 ગ્રામ ચાંદી મળી કુલ રૂ.1.95 લાખની મતાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ફરિયાદના આધારે બાપોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...