ચોરી:'મારી પ્રેમિકા માટે વીટી ખરીદવી છે દાગીના બતાવો' કહી વડોદરાના બે જ્વેલર્સ પાસેથી ગઠિયો દાગીના સેરવી ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકોટા વિસ્તારમાં મહિલાની સોનાની ચેઇન ચોરાઇ

વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલ જ્વેલર્સ તથા અભિલાષા ચાર રસ્તા પાસે આવેલા જ્વેલર્સમાં એક જ ઠગ જુદા-જુદા સમયે જઇને મારે મારી પ્રેમિકા માટે સોનાની વીટી ખરીદવી છે એમ જણાવી વીટીઓ જોઇએ ટ્રેમાંથી દાગીના સેરવી લીધાની ઘટના બની છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં અન્ય એક બનાવમાં અકોટામાં મહિલાની સોનાની ચેઇન ચોરાયાની ફરિયાદ પણ નોંધાઇ છે.

નજર ચુકવી 2 ગ્રામની સોનાની વીટી સેરવી લીધી
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને અભિલાષા સર્કલ પાસે સમા સાવલી રોડ પર રાધિકા જ્વેલર્સ નામે દુકાન ધરાવતા પિનલ પાટડિયાઓ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 14 ડિસેમ્બરના સાંજે સાત વાગ્યા આસપાસ એક વ્યક્તિ આવ્યો હતો અને મારે મારી પ્રેમિકા માટે વીટી લેવી છે માટે વીટીઓ બતાવો તેમ જણાવ્યું હતું. દરમિયાન વીટીઓની ટ્રેમાં તે દાગીના પસંદ કરી રહ્યો હતો ત્યારે તેણે અમારી નજર ચુકવી 2 ગ્રામની સોનાની વીટી સેરવી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

સીસીટીવીના આધારે શંકાસ્પદની શોધખોળ શરૂ
દરમિયાન આ બનાવ અંગે અમારા વોટ્સએપ ગ્રૃપમાં જાણ કરી હતી. તો જાણવા મળ્યું હતું કે અભિલાષા ચાર રસ્તા પાસે આવેલ ધર્મેશભાઇ પ્રજાપતિની માલિકીના આઇ શ્રી ખોડિયાર જ્વેલર્સમાં પણ આ જ શખ્સ 13 ડિસેમ્બરના રોજ વીટીઓ બતાવો તેમ કહી અઢી ગ્રામ વજનની સોનાની વીટી સેરવી ગયો હતો. આ મામલે પોલીસે સીસીટીવીના આધારે શંકાસ્પદની શોધખોળ શરૂ કરી છે.

અકોટામાં મહિલાની સોનાની ચેઇન ચોરાઇ
અકેટા વિસ્તારમાં રહેતા કલ્પનાબેન કોઠારી ગઇકાલે તેમના જેઠના મૃત્યુ બાદ સ્મશાનની વિધિ પૂર્ણ કરી રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અકોટા ડિમાર્ટ પાસે પહોંચતા તેમના ગળામાં સોનાની ચેઇન (10 ગ્રામ વજન) ગુમ હતી. તેથી તેમણે બૂમાબૂમ બચાવતા રિક્ષા ચાલકે તેમને રિક્ષામાંથી ઉતરી જવા કહ્યું હતું. ગભરાઇ ગયેલા કલ્પનાબેન રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને રિક્ષાચાલક ત્યાથી રવાના થઇ ગયો હતો. જેથી કલ્પનાબેને આ રિક્ષા ચાલક અને તેમાં સવાર અન્ય એક મહિલા અને પુરુષ પર શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...