તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો કાજુ-બદામ ખાઇ ગયા:વડોદરામાં સિનિયર સિટીઝન દંપતીના ઘરમાં લાકડીઓ સાથે ચોર ટોળકી ત્રાટકી, વૃદ્ધાએ બુમાબુમ કરતા ચાંદીના 8 સિક્કા લઇને ભાગી છૂટ્યા

વડોદરા3 મહિનો પહેલા
નોવિનો-તરસાલી રોડ પર આવેલા તુળજાનગર-2માં રહેતા સિનિયર સિટીઝન દંપતીના ઘરમાં વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી
  • સિનિયર સિટીઝન કહે છે કે, ટોળકીએ અમને કોઇ નુકસાન પહોચાડ્યું નથી, તે માટે ભગવાનનો આભાર માનીએ છે

વડોદરા શહેરના નોવિનો-તરસાલી રોડ પર આવેલા તુળજાનગર-2માં રહેતા સિનિયર સિટીઝન દંપતીના ઘરમાં વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી. જોકે, વૃદ્ધાએ ગભરાયા વગર ચોર...ચોર..ની બુમરાણ મચાવતા ટોળકી ચાંદીના સિક્કા અને ઘડિયાળની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. લાકડીઓ સાથે ત્રાટકેલા ચોર ફ્રિઝમાં મૂકેલા કાજુ બદામ ખાઇ ગયા હતા. દંપતીએ જણાવ્યું હતું કે, ભલે ઘરમાંથી ચોર મુદ્દામાલ લૂંટી ગયા હતા. જોકે, અમને ટોળકીએ કોઇ નુકસાન પહોચાડ્યું નથી, તે માટે ભગવાન સ્વામિનારાયણનો આભાર માનીએ છે.

તસ્કરોને જોતા જ મહિલાએ બૂમરાણ મચાવી
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે નોવિનો-તરસાલી રોડ પર આવેલા બી-95 તુળજાનગર-2માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન ઘનશ્યામ પરશોત્તમભાઇ પટેલ(ઉ.68) અને પત્ની ચંદ્રિકાબેન(ઉ.65) રહે છે. વહેલી સવારે રાબેતા મુજબ ઘનશ્યામ પોતાના મકાનની જાળી બહારથી બંધ કરી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓના ઘરમાં ચોર ટોળકી ત્રાટકી હતી. લૂંટારું ટોળકી ઘરમાં પ્રવેશી, ત્યારે વૃદ્ધા ચંદ્રિકાબેન મકાન સ્થિત બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. ઘરમાં અવાજ આવતા ચંદ્રિકાબેન બાથરૂમમાંથી બહાર નીકળતા હથિયારધારી બે ચોરને જોઇને જોરથી ચોર..ચોર..કરીને બુમરાણ મચાવી મૂકી હતી. મહિલાએ બૂમરાણ મચાવતાં ચોર ટોળકી તિજોરીમાં મૂકેલા ચાંદીના આઠ સિક્કા અને કાંડા ઘડિયાળની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી.

બે ચોરને જોઇને વૃદ્ધાએ જોરથી ચોર..ચોર..કરીને બુમરાણ મચાવી મૂકી હતી
બે ચોરને જોઇને વૃદ્ધાએ જોરથી ચોર..ચોર..કરીને બુમરાણ મચાવી મૂકી હતી

ચોર ઘરમાંથી જે કંઈ મળ્યું તે લઇને બંને ચોર ફરાર થઇ ગયા
આ બનાવ અંગે ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મારા પતિ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. પતિ બહારથી મકાન બંધ કરીને મોર્નિંગમાં ગયા બાદ હું મારા ઘરની બાથરૂમમાં સ્નાન કરવા ગઈ હતી. દરમિયાન અમારા મકાનની જાળીનો નકુચો તોડીને બે ચોર ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં કબાટ, તિજોરીનો માલ સામાન વેરવિખેર કરી મુદ્દામાલ શોધી રહ્યા હતા. દરમિયાન બાથરૂમમાંથી બહાર નીકળતા મે તેઓને જોતા હું ગભરાઈ ગઈ હતી, પરંતુ, હિંમત એકઠી કરી ચોર..ચોર... કરીને બૂમો પાડતા બંને ચોર ઘરમાંથી જે કંઈ મળ્યું તે લઇને ફરાર થઇ ગયા હતા.

મકાનની જાળીનો નકુચો તોડીને બે ચોર ઘરમાં પ્રવેશ્યા હતા
મકાનની જાળીનો નકુચો તોડીને બે ચોર ઘરમાં પ્રવેશ્યા હતા

ચોર ટોળકી ફ્રિજમાંથી કાજુ-બદામ સહિત સૂકોમેવો પણ ખાઇ ગયા
આ બનાવ અંગે ઘનશ્યામભાઇએ જણાવ્યું હતું કે હું રાબેતા મુજબ મોર્નિંગમાંથી ઘરે પરત ફર્યો ત્યારે ઘરની બહાર સોસાયટીમાં રહેતા લોકોના ટોળા જોતા હું ચોકી ઉઠ્યો હતો. ટોળે વળેલા લોકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તમારા ઘરમાં ચોરી થઈ છે. ઘરમાં જતાં ઘરની તિજોરી કબાટનો સામાન વેરવિખેર હતો. અને વધુ તપાસ કરતા ચોર ઘરમાંથી આઠ જેટલા ચાંદીના સિક્કા અને ઘડિયાળની ચોરીને ફરાર થઇ ગયા હતા. અંદાજે ટોળકી રૂપિયા 12 હજારનો મુદ્દામાલ ચોરી ગયા છે. ત્રણ જેટલા ચોર હતા. જે પૈકી બે ઘરમાં પ્રવેશ્યા હતા અને એક ઘરની બહાર બાઇક ઉપર બેસી રહ્યો હતો. મારી પત્નીએ બૂમો પાડતા ચોર ટોળકી ઘરમાંથી બહાર નીકળી બાઇક પર ફરાર થઈ ગયા હતા. ચોર ટોળકી ફ્રિજમાંથી કાજુ-બદામ સહિત સૂકોમેવો પણ ખાઇ ગયા છે.

ઘરમાં કબાટ, તિજોરીનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો
ઘરમાં કબાટ, તિજોરીનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો

પોલીસે અરજી લઇને કાર્યવાહી શરૂ કરી
આજે વહેલી સવારે મકરપુરા વિસ્તારમાં આવેલ તુળજાનગર સોસાયટીમાં બનેલા ચોરીના આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી. દરમિયાન આ બનાવ અંગેની જાણ મકરપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે દંપતીની અરજી લઇને કાર્યવાહી હાથ ધરી હતી.

સિનિયર સિટીઝન દંપતીના ઘરમાં વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી
સિનિયર સિટીઝન દંપતીના ઘરમાં વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી
ઘરમાં જતાં ઘરની તિજોરી કબાટનો સામાન વેરવિખેર હતો
ઘરમાં જતાં ઘરની તિજોરી કબાટનો સામાન વેરવિખેર હતો
લાકડીઓ સાથે ચોર ટોળકી ત્રાટકી હતી
લાકડીઓ સાથે ચોર ટોળકી ત્રાટકી હતી
અન્ય સમાચારો પણ છે...