તસ્કરો બેફામ:વડોદરામાં અલગ-અલગ 3 સ્થળોએ ચોરી, પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરમાં રોજેરોજ ચોરીની ઘટનાઓને પગલે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરમાં ત્રણ સ્થળોએ ચોરી થયાની ફરિયાદ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ છે.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા મહેશકુમાર લાહોટી વડસર રોડ ઉપર આવેલી નંદીગ્રામ સોસાયટીની બાજુમાં ભવ્ય મેટલ નામની ભંગારની વખાર ધરાવે છે. સાંજે વખાર બંધ કરી ગયા બાદ બીજા દિવસે સવારે પરત આવતાં શટરના તાળા તૂટેલા હતા અને વખારમાંથી તાંબુ, પિત્તળ, સ્ટીલ, એલ્યુમિનિયમ તથા લોખંડના આશરે 1800 કિલોના 1.70 લાખની કિંમતના સરસામાનની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના સપ્ટેમ્બર મહિના દરમિયાન ઘટી હતી. જોકે ફરિયાદી વતન રાજસ્થાન ગયા હોવાથી પરત આવતા ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં સોમા તળાવ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ રાજપુત વાઘોડિયા રોડ ખાતે આશાપુરા ફેબ્રિકેશન નામની દુકાન ધરાવે છે. સાંજે તેઓ દુકાનને લોક કરી ઘરે ગયા બાદ બીજા દિવસે શટરના લોક તૂટેલા જણાઇ આવ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાંથી કટર મશીન, ગ્રેન્ડર મશીન, હેમર મશીન, હેન્ડ ડ્રીલ મશીન, વર્ટિકલ ડ્રીલ મશીન, લોખંડનો લાગ, હથોડી સહિતનો સર સામાન મળી કુલ 32,950ની મત્તાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના મે મહિના દરમિયાન ઘટી હતી. જોકે, તે સમયે ફરિયાદીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ ખાતે રહેતા એમાં રામ ચૌધરી વૃંદાવન ચાર રસ્તા નજીક ન્યુ ભવાની ઇલેક્ટ્રિકલ એન્ડ હાર્ડવેર નામની દુકાન ધરાવે છે. 12 નવેમ્બરના રોજ તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા બાદ પાડોશીએ જાણ કરી હતી કે, તમારી દુકાન ખુલ્લી છે અને અજાણ્યા વ્યક્તિ ટેમ્પોમાં સામાન ભરી રહ્યા છે. જેથી તેઓ તાબડતોબ દુકાને દોડી ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, અજાણ્યા તસ્કરો ડુપ્લિકેટ ચાવી વડે શટર ખોલી રૂપિયા 16 નંગ પંપ, કટઓફ મશીન, ગેસનો બાટલ, દોરડા સહિત રૂપિયા 84,600ની કિંમતનો સરસામાન ચોરી થઈ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...