તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:નાટ્યગૃહો અસ્તિત્વ ટકાવવા ઓનલાઇન પ્લેટફોર્મ થકી લોકો સુધી જોડાઇ રહ્યા છે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના નાટ્ય કલાકારો અને દિગ્દર્શકોએ સર્જાયેલી પરિસ્થિતિની માહિતી આપી
  • 8 મહિનાથી એક પણ થિયેટર શો ન થયો હોવાથી રંગભૂમિ પર પડ્યો મોટો ફટકો

મહિનાથી વડોદરામાં કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે નાની-મોટી પ્રવૃત્તિઓ કરતા વિવિધ પ્રકારના થિયેટર અને થિયેટર ગ્રૂપ પર જાણે પડદો પડી ગયો છે અને લાંબા સમય સુધી ઉઠે તેવી આશા નથી. ઘણા થિયેટર કળાકારોએ કપરી પરિસ્થિતિમાં ઓનલાઇન માધ્યમ થકી થિયેટર શિખવાડવાનું શરૂ કર્યુ છે જ્યારે ઘણા કળાકારો માટે ઓનલાઇન થિયેટર ભણાવવું ઘણુ મુશ્કેલ બની રહ્યું છે. આ ઉપરાંત 8 મહિનાથી શો ન કરી શક્યા હોવાને કારણે કળાકારોની આર્થિક આવક પણ બંધ થઇ ગઇ છે. એકંદરે થિયેટર કળાકારોેનો બચતમાંથી પેટ ભરવાનો વારો આવ્યો છે.

વર્તમાન સ્થિતિને જોઇ ભવિષ્યમાં શો થાય તેવી સંભાવના લાગતી નથી
દિગ્દર્શક અને નાટ્યકાર પી.એસ.ચારીએ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે રંગભૂમી પર ફટકો પડ્યો છે. જ્યાં સુધી કલાકારો ભેગા ન થાય ત્યા સુધી થિયેટર કરવુ શક્ય નથી. ઘણા યુવાનો નાના મોટા થિયેટર શો કરતા હતા તેમણે શોર્ટ ફિલ્મ બનાવવાના વિકલ્પ શોધી લીધા છે. વર્તમાન પરિસ્થિિતને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં કોઇ શો થાય તેવી સંભાવના દેખાતી નથી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને સયાજીનગર ગૃહ, ગાંધીનગર ગૃહ અને સીસી મહેતા જેવા હોલમાં શો રાખીએ તો તે આર્થીક રીતે પોસાય તેમ નથી.

કલાકારોના સમયનો સદુઉપયોગ કરવા ઓનલાઇન સેશન યોજ્યા
અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સના ફાઉન્ડર અનિકેત પંડ્યાએ જણાવ્યું હતું કે, મેઇન સ્ટ્રીમ થિયેટર માટે ઇન્ફ્રાસ્ટક્ચર અને ઓડિયન્સની જરૂર હોય છે. લાઇવ ઓડિન્સ વગર થિયેટર શો શક્ય નથી.કલાકારોનો સમય ન વેડફાય તેથી તેમને પ્લેટફોર્મ આપવા અમે એક્ટર વિધ ઇન અને ઇ ટોક્સ જેવા ઓનલાઇન સેશન શરૂ કર્યા. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપલ્બ્ધ પ્લેટફોર્મ થકી થિયેટરને લોકો સમક્ષ લાવવું જોઇએ કારણકે આ પ્લેટફોર્મનો ઉપયોગ નહી કરીએ તો આ થિયેટર કલા લુપ્ત થઇ જશે.

માર્ચ મહિનાથી એક પણ શો થયો નથી તેથી આર્થિક ફટકો લાગ્યો છે
ગિત થિયેટરના ફાઉન્ડર રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, માર્ચ એન્ડમાં અમે એક શો કરવાના હતા પરંતુ લોકડાઉનના કારણે કરી શક્યા નહી. આ ઉપરાંત જુન મહિનામાં થિયેટર ફેસ્ટિવલ કરવાના હતા તે પણ રદ્દ થયો. આ વર્ષે આર્થિક ફટકો લાગ્યો છે કારણકે નાના-મોટા વર્કશોપ, લેક્ચર, ક્લાસિસ અને શો બંધ થઇ ગયા. સ્પેટેમ્બર મહિનામાં થોડી આશા બંધાઇ હતી પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે તેના પર પણ પાણી ફરી વળ્યું. ઓનલાઇન રીહર્સલ અને ક્લાસીસ કરાવવું ઘણુ અઘરુ પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...