આગોતરું આયોજન:ઝૂમાં પાણીથી પ્રાણીઓને સુરક્ષિત રાખવા પાંજરાનાં પ્લેટફોર્મ ઉંચાં કર્યાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વોર્ડ ઓફિસ ખુલ્લી રાખવા સૂચના
  • અસરગ્રસ્તો માટે 19 શેલ્ટર હોમ અને 51 શાળાઓ તૈયાર

શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે પાલિકાએ તાબડતોબ આયોજન હાથ ધર્યું હોવાનો દાવો કર્યો છે. શહેરીજનો મુશ્કેલીમાં ન મુકાય તે માટે બે દિવસમાં 294 ખાડાઓનું પુરાણ કર્યુ છે. જ્યારે ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે.

આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. જેના પગલે શહેરમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકાએ પૂરતી વ્યવસ્થા કરી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શહેરના વિવિધ વિસ્તારમાંથી 77 હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા. જ્યારે શહેરીજનોને પરેશાની ન થાય તે માટે 292 ખાડાઓ પૂરવામાં આવ્યા હતા.

પૂરની પરિસ્થિતિ સર્જાય તો 19 શેલ્ટર હોમ અને 51 શાળાઓમાં અસરગ્રસ્તોને રાખવાની વ્યવસ્થા કરાઈ છે. તદુપરાંત તમામ વોર્ડ ઓફિસ, પ્રાથમિક શાળાઓને ખુલ્લા રાખવા સૂચવાયું છે. પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં જાનવરોને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નાના પ્રાણીઓ જેવા કે જમીની કાચબા, સસલા અને શાહુડીના પાંજરા અને એન્ક્લોઝરમાં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...