ક્રાઇમ:કાર ધોવા આવતા યુવકે સગીરાને પાવાગઢ ખાતે લઇ જઇ દુષ્કર્મ કર્યું

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 12 વર્ષિય સગીરા ગુમ થતાં માતાએ શોધખોળ કરી હતી નજીક રહેતાં યુવકને અગાઉ માતાએ ઠપકો આપ્યો હતો

શહેરના ડભોઇ રોડ પર રહેતી 12 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને પાવાગઢ લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ડભોઇ રોડ પર રહેતી મહિલાએ પોલીસમાં જયેશ ઉર્ફે ટીટોડી ભગીરથ માળી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 8 તારીખે બપોર બાદ 12 વર્ષીય પુત્રી ઘરમાં જોવા મળી ન હતી. પુત્રી ગત સપ્ટેમ્બરમાં પણ ઘેરથી જતી રહી હતી અને તેમની નણંદના ઘેરથી મળી હતી. ત્યારબાદ તપાસમાં તેમને જાણવા મળ્યું હતું કે, ઘર પાછળ રહેતો જયેશ ટીટોડી ગાડીઓ ધોવા માટે આવતો હતો. જયેશે તેમના નંબર પર ફોન પણ કર્યો હતો.

ત્યારબાદ જયેશને બોલાવી ઠપકો આપ્યો હતો. ત્યારથી જયેશ પુત્રીને પ્રેમ કરતો હોવાની તેમને શંકા હતી. 8 તારીખે જયેશની તપાસ કરતાં તે પણ ઘેર ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જયેશ પુત્રીનું અપહરણ કરી લઇ ગયો હોવાનું જણાતાં તેના મોટા ભાઇને જયેશને શોધી લાવવાનું કહ્યું હતું. જેથી પુત્રીને શોધીને પોલીસમાં લઇ આવતાં પુત્રીએ જણાવ્યું હતું કે, જયેશ સાથે તેનો પરિચય હતો અને એકબીજાને પ્રેમ કરતાં હતાં. 8 તારીખે વડોદરાથી બસમાં બેસી પાવાગઢ ફરવા જવાનું કહી લઇ ગયો હતો અને તેના મિત્ર પંકજ ગોવિંદ રાઠવાના ઘેર લઇ જઇ રાત્રે બેથી ત્રણવાર દુષ્કર્મ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...