તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:યુવાને 14 દિવસની સારવાર લીધા બાદ પ્લાઝ્મા થેરાપી અંગે જાણકારી મેળવી પ્લાઝ્મા ડોનેટ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોત્રી મેડિકલ કોલેજમાં પ્લાઝ્મા થેરાપીને મંજૂરી મળતાં પ્રથમ રજિસ્ટ્રેશન
 • 14 દિવસની સારવાર લીધા બાદ પ્લાઝ્મા થેરાપી અંગે જાણકારી મેળવી હતી

કોરોનાથી સાજા થયેલા યુવાને સૌપ્રથમ પ્લાઝ્મા થેરાપી માટે પ્લાઝ્મા આપવાની તૈયારી દર્શાવી છે. ગોત્રી મેડિકલ કોલેજમાં પ્લાઝ્મા થેરાપીની પ્રક્રિયા કરવાની મંજૂરી મળતાં સાજા થયેલા વિપુલ પટેલે પ્રથમ નોંધણી કરાવી છે.શહેરમાં કોરોના સંક્રમિત દર્દી પૈકીના વિપુલ પટેલ ખેડા જિલ્લાના સુનાવ ગામના વતની છે. તેઓ દિલ્હી અને યુકે ખાતે પોતાનો વ્યવસાય કરે છે. અગાઉ લંડનથી આવેલા મિત્ર સાથે ડાયાલિસીસ અને અન્ય બીમારીની સારવાર માટે તેઓ વડોદરા આવ્યા હતા. જ્યાં તેમના મિત્રની તબિયત બગડતાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ વિપુલ પટેલનો પણ કોરોના પોઝિટિવ આવતાં તેઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં 14 દિવસ સારવાર લીધા બાદ તેઓ વતન પાછા ફર્યા હતા. પ્લાઝ્મા થેરાપી અંગે જાણ થતાં વિપુલ પટેલે ખાનગી બ્લડ બેંકની મુલાકાત લીધી હતી અને પ્લાઝ્મા આપવાની તૈયારી બતાવી હતી. આજે આઈસીએમઆર દ્વારા ગોત્રી મેડિકલ કોલેજને પ્લાઝ્મા થેરાપીની પ્રક્રિયા કરવાની મંજૂરી મળતાં વિપુલ પટેલે સૌપ્રથમ પ્લાઝ્મા ડોનર તરીકે નોંધણી કરાવી છે. તેઓએ પ્લાઝ્મા એન્ટીબોડીઝથી અન્ય લોકોનું જીવન બચી શકશે તેવી આશા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો