તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવલેણ લાપરવાહી:અવધૂત ફાટક પાસે પાલિકાએ ખાડો ન પૂરતાં દિવાળીપુરાના યુવકે જીવ ખોયો

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
અકસ્માતમાં યુવકનું મોત થતાં સફાળા જાગેલા પાલિકા તંત્રે બુધવારે સવારે પુરાણ કરી બેરિકેડ ગોઠવવાની તસ્દી લીધી હતી. - Divya Bhaskar
અકસ્માતમાં યુવકનું મોત થતાં સફાળા જાગેલા પાલિકા તંત્રે બુધવારે સવારે પુરાણ કરી બેરિકેડ ગોઠવવાની તસ્દી લીધી હતી.
 • સોમવારે રાતે ખાડાને લીધે સ્કૂટર સ્લિપ થતાં પૃથ્વીશનું મોત થયું હતું
 • અકસ્માતમાં એક યુવકનો ભોગ લેવાયા બાદ બેદરકાર પાલિકાએ 12 કલાકે ખાડો પૂર્યો

સોમવારે રાતે અવધૂત ફાટકથી વિશ્વામિત્રી તરફ જતા માર્ગ પર અકસ્માત થતા એક દિવાળીપુરાના પૃથ્વીશનું મોત નીપજ્યું હતું. પોલીસે પૃથ્વીશનું સ્કૂટર સ્લીપ થવાથી મોત નીપજ્યું હોવાનું નોંધ્યું છે..પરંતુ અકસ્માત રોડ પર પડેલા ખાડાને કારણે થયો હોવાનું સપાટી પર આવતા પાલિકા સામે રોષની લાગણી પ્રવર્તી છે.જો કે ઘટનાના બાર કલાક બાદ મહાનગરપાલિકા દ્વારા ખાડો પુરવામાં આવ્યો હતો એમ જાણવા મળે છે.

અકસ્માત બાદ અવધૂત ફાટક તરફના રોડ પર ખાડો મંગળવાર રાત સુધી યથાવત્ હતો.
અકસ્માત બાદ અવધૂત ફાટક તરફના રોડ પર ખાડો મંગળવાર રાત સુધી યથાવત્ હતો.

દિવાળીપુરાના હીરામણી ડુપ્લેક્ષમાં રહેતો અને 6 મહિના પૂર્વે પોલેન્ડથી વડોદરા આવેલો 29 વર્ષનો પૃથ્વીશ ગુરવ સોમવારે રાતે માંજલપુરથી ફરજ પતાવી ઘરે જઈ રહ્યો હતો. અવધૂત ફાટક નજીક પહોંચતા જ તેને અકસ્માત નડ્યો હતો. બનાવમાં પૃથ્વીશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સયાજી હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે સ્કૂટર સ્લીપ થવાથી પૃથ્વીશનું મોત નીપજ્યું હોવાનું નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ અકસ્માત રોડ પર પડેલા ખાડાના કારણે થયો હોવાનું સપાટી પર આવતા પોલીસ અને પાલિકા સામે સવાલો ઉભા થયા છે. લાલબાગ રોડથી વિશ્વામિત્રી તરફ જતા માર્ગ પર અવધૂત ફાટક નજીક મુખ્ય માર્ગ પર પડેલા ખાડામાં સ્કૂટર પડતા પૃથ્વીશ રોડ પર પટકાયો હતો. અકસ્માત બાદ ચાલકોએ ખાડા પર વૃક્ષની ડાળખીઓ મૂકી અન્યોને ચેતવ્યા હતા.

ખાડાને લીધે અકસ્માત થયાનું જાણવા મળ્યું હતું
પૃથ્વીશના આઈકાર્ડ પર કંપનીનો નંબર હોવાથી રાતે કોલ આવ્યો હતો કે પૃથ્વીશને અકસ્માત નડ્યો છે. ત્યાં હાજર લોકો પાસેથી ખાડાના લીધેે એક્સીડેન્ટ થયું હોવાનું જાણવા મળ્યું હતું. -યોગેશ પરમાર, એડમિન, કોચર

ફરિયાદ મળતાં સવારે ખાડાનું પુરાણ કર્યું હતું
આ સ્થળે અગાઉ પણ ખાડો પડ્યો હતો. તેને પુરી પેચવર્ક કરાયું હતું. જોકે સોમવારે રાતે અમને ફરિયાદ મળતાં અમે સવારે સ્થળ મુલાકાત કરી ખાડાનું પુરાણ કર્યું હતું. - ભાર્ગવ પંડિત, ના. કાર્યપાલક ઈજનેર, વોર્ડ 5

અમને બનાવના સ્થળે રાતે કોઈ મળ્યું ન હતું
અવધૂત ફાટક નજીક થયેલા અકસ્માતમાં સ્થળ તપાસ કરતા કંઈ મળ્યું નથી. ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી, રાતનો અકસ્માત હોવાથી ત્યાં અમને કોઈ જોવા મળ્યું ન હતું. - પંકેશ ચૌધરી, પીએસઆઇ, રાવપુરા

ખાડાના લીધે સ્કૂટર ચાલક ગુલાટી ખાઈ પટકાયો હતો
એક સ્થાનિક લારીધારક અનુસાર આ રોડ પર આ જ સ્થળે 10 દિવસ પહેલા જ ખાડો પડ્યો હતો. સોમવારે રાતે ખાડાના કારણે એક એક્ટિવા સવાર યુવક બે થી ત્રણ ગુલાટી ખાઈ રોડ પર પટકાયો હતો. હાજર તમામ લોકો દોડી ગયા હતા. માથામાંથી લોહી નીકળવા સાથે યુવક મોતને ભેટ્યો હતો. પાલિકાએ મંગળવારે સવારે ખાડો પુરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો