તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માસ્ક વિના પકડાતાં યુવકે કહ્યું,મારાં ભાભી કોર્પોરેટર છે, લો વાત કરો...

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે યુવકને રોકતાં કોર્પોરેટરની ઓળખાણ આપી છતાં દંડ કર્યો
  • જોકે મહિલા કોર્પોરેટરે દંડ લઇ પાવતી આપવા પોલીસને જણાવ્યું

માસ્ક જ વેક્સીન હોવા છતાં લોકો હજું માસ્ક પહેરતા નથી. શહેરના બાલ ભવન પાસે માસ્ક ચેકીંગની કાર્યવાહી કરી રહેલી સયાજીગંજ પોલીસે માસ્ક વગર પસાર થતાં યુવકને અટકાવ્યા બાદ યુવકે મહિલા કોર્પોરેટરની ઓળખાણ આપી પોલીસને કહ્યું હતું કે લો, ભાભી જોડે વાત કરો, પણ પોલીસે આમ છતાં યુવક પાસેથી 1 હજારનો દંડ વસુલ કર્યો હતો. સોમવારે સવારે સયાજીગંજ પોલીસની ટીમ કારેલીબાગ સ્થિત બાલભવન ખાતે માસ્કનું ચેકીંગ કરી રહી હતી ત્યારે કારમાં માસ્ક વગર નિકળેલો શખ્સ જોવા મળતાં પોલીસે રોકીને તેને 1 હજારનો દંડ વસુલવાની કાર્યવાહી શરુ કરી હતી.

જેથી શખ્સે તે વોર્ડ નંબર 16ના મહિલા કાઉન્સીલર સ્નેહલબેન પટેલનો ઓળખીતો છે તેમ કહીને મહિલા કાઉન્સીલરને ફોન કરી કહ્યું હતું કે ભાભી લો આ પોલીસ સાથે વાત કરો, જેથી મહિલા કાઉન્સીલરે પોલીસ કર્મીને ફોન પર છોડી દેવા કહ્યું હતું . જો કે આ સમયે પોલીસે માસ્ક વિના નિકળેલા અન્ય સામાન્ય નાગરિકોને પણ પકડી દંડ કર્યો હતો અને પોલીસે માસ્ક વગર પકડાયેલા શખ્સ પાસેથી પણ દંડ વસુલ કર્યો હતો. આ શખ્સે અડધો કલાક સુધી પોલીસ સાથે રકઝક કરી હતી પણ પોલીસે કાનુની કાર્યવાહી કરી હતી. આ મામલે કાઉન્સીલર સ્નેહલબેન પટેલે જણાવ્યું હતું કે તેમને ફોન આવ્યો હતો અને તેમણે પોલીસને દંડ લઇ પાવતી આપવાની જ વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...