તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:રસીની નોંધણી ગરૂડેશ્વરમાં થઈ જતાં યુવકોને ધક્કો પડ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સેતુ એપમાં રજિસ્ટ્રેશનના છબરડા યથાવત્
  • શહેરમાં વધુ 12,549 લોકોનું વેક્સિનેશન કરાયું

વડોદરામાં વેકસીન મૂકાવવા સ્લોટ શોધતા યુવાનોએ નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં બુકીંગ થયું હતું. 80 કિમી દૂર કાર લઈ ગયેલા યુવકોને ધક્કો પડ્યો હતો. હાજર કર્મચારીઓએ રસી આપવાની ધરાર ના પાડી દીધી હતી.

દંતેશ્વરમાં રહેતા 28 વર્ષના કિશોર રાઠવા 1 તારીખથી રસી મુકાવવા પ્રયત્નો કરતા હતા. તેમના મિત્ર કિશોર રાઠવા અને અમિત બડગુજર પણ પ્રયત્નશીલ હતા. આરોગ્ય સેતુ એપ પર તેઓને ગરુડેશ્વરના નવા વાઘપુરા ગામે વેક્સિન સેન્ટર પર સ્લોટ બુક થયો હતો. શનિવારનો 3થી 6 વાગ્યાનો સ્લોટ બુક થયો હોવાથી તેઓ પોર્ટલ પરથી મળેલા એપોઇન્ટમેન્ટ સર્ટિફિકેટ લઈ જોબ પર રજા મૂકી મિત્ર સાથે કારમાં 80 કિમી નવા વાઘપુરા પહોંચ્યા હતા. જ્યાં સેન્ટર પર એપોઇન્ટમેન્ટ લેટર બતાવવા છતાં કર્મચારીઓએ રસી મૂકવાની ના પાડી હતી.

આકાશ રાઠવાના જણાવ્યા અનુસાર ત્યાં હાજર એડીઓએ જણાવ્યું કે, બહારના લોકોને રસી આપતા નથી. અમારા જિલ્લાના લોકો વેકસીન લેવાના બાકી છે તો બહારનાને કેવી રીતે આપીએ ? આ સાંભળી આકાશ રાઠવા અને તેમના મિત્રો મુંઝવણમાં મુકાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે ત્યાં વડોદરા અને સુરત, અંકલેશ્વરથી પણ મોટી સંખ્યામાં આવેલા લોકો પણ વીલા મોઢે પરત ફર્યા હતા. જ્યારે શહેરમાં શનિવારે 12,549 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 45થી વધુ વયની 8,879 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...