છળકપટ:વારસાઈ મિલકત પચાવી પાડવા માટે નાના ભાઈએ જ ખોટું પેઢીનામું બનાવ્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતાની ખોટી મરણ તારીખ દર્શાવી સમગ્ર ખેલ પાડ્યો
  • ખોટા​​​​​​​ દસ્તાવેજોથી નાનો ભાઇ કરોડો કમાયાની જાણ થતાં મોટા ભાઈની ફરિયાદ

સમામાં વડીલોપાર્જિત જમીનના કાયદેસરના હક્કો ડૂબાડવા માટે નાના ભાઈએ પિતાની ખોટી મરણ તારીખ દર્શાવી ખોટું પેઢીનામું બનાવી ખોટા દસ્તાવેજોના આધારે અનેક લાઇસન્સ મેળવી અનેક કંપનીઓ સાથે કરેલા ભાડા કરારથી કરોડો રૂપિયા મેળવ્યા હતા. જે અંગે મોટા ભાઈએ નાના ભાઈ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે મુંબઈના સેન્ચુરી બજારના બુસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા સમીર ભદ્રકુમાર સવજાનીએ સમા પોલીસ મથકમાં તેમના નાના ભાઈ જોગેશ સવજાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓની સમા સાવલી રોડ પર સર્વે નં. 343/1 વાળી વિષ્ણુ પલ્સ મિલ્સ કમ્પાઉન્ડ જમીન આવેલી છે. જે જમીનના કાયદેસરના હક્કો ડૂબાડવા અને મિલકત પચાવી પાડવા માટે તેમના નાના ભાઈ જોગેશ સવજાનીએ ખોટા દસ્તાવેજોના આધારે ખોટી પેઢીનામું બનાવ્યું હતું. તેટલું જ નહીં સૌથી નાના ભાઈ અમિષનો પણ બોગસ સંમતિ કરાર બનાવી તેની ખોટી સહી કરીને વર્ષ 2000માં પેઢીનામું બનાવ્યું હતું.

જેમાં પિતાની ખોટી મરણ તારીખ બતાવી હતી. તદુપરાંત કોઈને 135 ડી ની નોટિસ ન મળે તે માટે જોગેશે સરકારી કચેરીઓમાં ભાઈઓનાં ખોટાં સરનામાં આપ્યાં હતાં. જેથી ભાઈઓને આ અંગેની જાણ ન થાય. ભાઈઓની જાણ બહાર ખોટા દસ્તાવેજોના આધારે જોગેશે મિલકતનો સ્વતંત્ર માલિક હોવાનું જણાવી સેલ ઇન્ડિયા માર્કેટ પ્રા.લિ. સાથે રૂા. 20,66,64,337નો ટોટલ રેન્ટ વેલ્યુ કરાર કરી રૂા. 75 લાખ ડિપોઝિટ પેટે લીધા હતા.

તેટલું જ નહીં જોગેશે વડીલોપાર્જિત જમીન પર લાડકી પાર્ટી પ્લોટની આવક મેળવી બંને ભાઈ સાથે છેતરપિંડી આચરી હતી. સમીર સજાવાનીએ આરટીઆઇ મારફતે સરકારી કચેરીઓમાંથી મેળવેલા દસ્તાવેજોમાં નાના ભાઈની કરતૂતો પ્રકાશમાં આવતાં તેઓએ સમા પોલીસ મથકનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સમા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જોગેશે પેઢીનામામાં જીવિત પિતાને એક વર્ષ પહેલાં મૃતક બતાવ્યા
પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે,જોગેશે વર્ષ 2000માં પેઢીનામું બનાવ્યું હતું. જેમાં પિતાનું મૃત્યુ વર્ષ 2002ના 5મા મહિનામાં થયું હોવાનું દર્શાવ્યું હતું. જ્યારે હકીકતમાં જોગેશભાઈના પિતાનું અવસાન વર્ષ 2003ના 5માં મહિનામાં થયું હતું. જેથી પેઢીનામામાં જોગેશે તેમના પિતાની મરણ તારીખ જ ખોટી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...