તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કબ્રસ્તાનની દીવાલની એંગલ પર યુવકનો ગળેફાંસો

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાંદલજાના ખુશ્બૂનગરમાં બનેલો બનાવ, આપઘાતના કારણ અંગે તપાસ

શહેરના તાંદલજા ખુશ્બૂનગરના યુવકે રવિવારે સાંજે મકાનની પાછળ આવેલા કબ્રસ્તાનની દીવાલ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના તાંદલજા કબ્રસ્તાન પાછળ ખુશ્બૂનગરમાં 28 વર્ષનો સાબિર ઉર્ફે શેરુ મલેક રહેતો હતો. તે ખાણી-પીણીની લારી પર નોકરી કરતો હતો. તેના પરિવારમાં માતા, બહેન અને નાના હતાં.

રવિવારે તેણે મકાન પાછળ આવેલા કબ્રસ્તાનની દીવાલ પર કપડાં સૂકવવાની એંગલમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓએ જેપી રોડ પોલીસને બોલાવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી તેણે કયાં કારણોસર આ પગલું ભર્યું છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...