તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધરાશાયી થયેલા થાંભલામાં ભટકાતાં યુવકને કરંટ લાગ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમા તળાવ પાસેથી યુવક બાઇક પર જતો હતો

શહેરના સમા તળાવ નજીક ધરાશાયી થયેલા વીજ થાંભલા સાથે બાઇક સવાર 2 યુવકો અથડાયા હતા. જેમાં 2 પૈકી 1 યુવકને કરંટ લાગતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક આવેલી ગોલ્ડન ચોકડી પાસેના ટોલનાકા નજીક ઇન્દિરા આવાસમાં રહેતો 22 વર્ષનો મિતેષ વિનોદ વસાવા પેટ્રોલપંપ પર નોકરી કરે છે. રવિવારે રાતે નોકરી પરથી છૂટ્યા બાદ મિતેષ અને તેનો પિતરાઈ બાઇક પર સમા તળાવ રોડ પરથી ઘરે જઈ રહ્યા હતા.

તે સમયે સમા તળાવ નજીક રોડ પર એક વીજ થાંભલો ધરાશાયી થયો હતો. જેમાં મિતેષની બાઇક વીજ થાંભલા સાથે ભટકાઈ હતી. જેમાં મિતેષ રોડ પર પટકાતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. તેના પિતરાઈએ તાત્કાલિક મિતેષને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...