તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:છાણીમાં નાણાં મુદ્દે યુવકને માર માર્યો, પોલીસ મથકમાં ફરિયાદ આપી

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

છાણી ગામમાં નાણાની લેવડદેવડ મામલે થયેલી બોલાચાલીમાં યુવકને માર મારતા યુવકે પોલીસ મથકમાં માર મારવાની અને ધમકી આપવાની ફરિયાદ આપી છે. છાણી ગામમાં બ્રાહ્મણ ફળીયામાં રહેતા સૌરભ ગાંધી આરો પ્લાન્ટ ચલાવી ગુજરાન ચલાવે છે.

ગઈકાલે તેઓ તેમના પ્લાન્ટ પર હાજર હતા તે સમયે છાણી ગામની મોટી કાઠિયાવાડમાં રહેતા પરેશભાઈ ગાંધીએ ફોન કરી સૌરભ ગાંધીને છાણી બસ સ્ટેન્ડ ખાતે બોલાવ્યો હતો. સૌરભ ત્યાં પહોચતા જ પરેશભાઇએ તેમના ભાઈ હિતેશને કઈ કહેવા મુદ્દે બોલાચાલી કરી હતી. જોકે સૌરભે પૈસાની લેવડ દેવડ મામલે તેમનો ભાઈ ગામમાં ખોટી વાતો ફેલાવતો હોવાનું જણાવતા જ પરેશભાઈ ઉશ્કેરાયા હતા અને ભાઈના બાકીના નાણાં તું આપી દે તેમ કહી સૌરભને માર માર્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો