તપાસ:બહેનને ટિફિન આપવા જતી સગીરાને યુવક ભગાડી ગયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણોલીના યુવક સામે અપહરણનો ગુનો નોંધાયો

રણોલી ગામનો યુવક 14 વર્ષની સગીરાને ભગાડી જતા રાવપુરા પોલીસે યુવક વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.એસએસજી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલી બહેનને ટીફીન આપવા ગયેલી સગીરા ગાયબ થઈ જતા પરિવાર દોડતો થયો હતો.આખરે રણોલીનો યુવક સગીરાને ભગાડી ગયો હોવાની જાણ થતા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દાહોદના પરિવારની 14 વર્ષિય દિકરી વોડદરા ગ્રામ્ય વિસ્તારમાં અંગ્રેજી સ્કુલમાં ભણે છે. સગીરાની બહેનને ચીકનગુનીયા થઈ ગયો હોવાથી તેને 15 નવેમ્બરના રોજ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બહેનની સારવાર થઈ રહી હોવાથી સગીરા તેની બહેનપણી સાથે બહેનને 16 નવેમ્બરના રોજ સવારે ટીફીન આપવા એસએસજી હોસ્પિટલ ગઈ હતી.

સગીરાની માતાએ 16 નવેમ્બરના રોજ બપોરે 4 વાગે પોતાની દિકરીની પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો.ત્યારે સગીરા વેફર લેવા ગઈ હતી. માતાએ ફરી 5 વાગે ફોન કરતા સગીરા પરત ન આવી હોવાનું તેની બહેનપણીએ જણાવ્યું હતું. જેથી માતાને પોતાની દિકરી અંગે ચિંતા થતા તેઓ એસએસજી હોસ્પિટલ પહોચ્યાં હતાં. હોસ્પિટલ પહોચીને તેમને તપાસ કરતા તેમની દિકરી મળી આવી ન હતી.

બે દિવસ તપાસ ચલાવ્યા બાદ પરિવારને જાણ થઈ હતી કે, રણોલી ગામના બળિયાદેવ નગરમાં રહેતો રાહુલ નિનામા સગીરાને લઈને ભાગી ગયો છે. પરિવાર 18 નવેમ્બરના રોજ રાહુલના પિતાને મળીને પુછપરછ કરતા તેમનો દિકરો જ સગીરાને લઈને નાસી ગયો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...