હેલ્પલાઇનથી હિંમત મળી:વડોદરામાં યુવતી સાથે બ્રેકઅપ થતાં યુવક ડિપ્રેશનમાં આવી ગયો, ‘જિંદગી’ હેલ્પલાઇનના કાઉન્સેલિંગથી હતાશાને હરાવી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ અને MSUએ શરૂ કરેલી હેલ્પ લાઇન ‘જિંદગી’ પર 1 માસમાં 163 કોલ આવ્યા

કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થવાની સાથે હતાશા વધતાં આપઘાતના કેસ વધ્યા હતા. આ સંજોગોમાં શહેર પોલીસ અને MSU દ્વારા ‘જિંદગી’ હેલ્પ લાઇન શરૂ કરાઈ છે. હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર 1096 પર 1 માસમાં 163 કોલ આવ્યા છે. જેમાં યુવતી સાથે બ્રેકઅપ થતાં ડિપ્રેશનમાં સરી પડેલા યુવકને કાઉન્સેલિંગ થકી ઉત્સાહી બનાવ્યો હતો.

શહેર પોલીસે જૂનની 2 તારીખે ‘જિંદગી’ હેલ્પ લાઇન શરૂ કરી છે. કોરોનામાં લોકો આર્થિક ભીંસથી હતાશા અનુભવતા હતા. તદુપરાંત સતત ઘરમાં રહેવાના કારણે ઘરેલુ ઝઘડા વધ્યા છે. આવી અનેક પરેશાનીથી કંટાળી લોકો અંતે આપઘાત કરવા પ્રેરાય છે. ‘જિંદગી’ હેલ્પ લાઇનમાં 1 મહિનામાં 48 લોકોનું કાઉન્સેલિંગ કરાયું છે.

હેલ્પ લાઇનના નોડલ ઓફિસર કે.આર.બોરિયાવાના જણાવ્યા અનુસાર હેલ્પ લાઈન 24 કલાક કાર્યરત છે. જેમાં 6 સભ્યોની ટીમ કામ કરે છે. રોજ સરેરાશ 15 કોલ આવે છે. હેલ્પ લાઇનના કાઉન્સેલર ક્ષમા ઉપાધ્યાયે કહ્યું કે, સોશિયલ મીડિયાના કારણે સામાજિક અંતર ઘટ્યું છે, પણ પરિવારજનો એકબીજાથી દૂર જઈ રહ્યા છે.જેના કારણે તેઓ એકલા પડી જાય છે.

કેસ સ્ટડી - 1: આર્થિક સમસ્યાને પગલે ઘરેથી નીકળી ગયા હતા
માંજલપુરમાં આર્થિક સમસ્યાને પગલે પતિ ઘરેથી નીકળી ગયા હતા. જેનાથી ગભરાયેલાં પત્નીએ જિંદગી હેલ્પ લાઇન પર કોલ કર્યો હતો. હેલ્પ લાઇન મારફતે તુરત માંજલપુર પોલીસને જાણ કરાઈ હતી. તેઓએ પતિને શોધી લઈ તેમને ઘરે લઈ ગયા હતા.

કેસ સ્ટડી - 2: નાના-નાનીના નિધન બાદ યુવાન હતાશ થયો હતો
મૂળ વડોદરાના અને અમરેલીમાં જોબ કરતા યુવકે ફોન કરી જણાવ્યું કે, તે ડિપ્રેશનમાં રહે છે. નાના-નાનીના નિધન બાદ હતાશા અનુભવે છે. વાતચીતમાં યુવતી સાથે બ્રેકઅપ થયું હોવાનું જણાવતાં તેઓને ભૂતકાળને ભૂલી આગળ વધવા પ્રોત્સાહન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...