આંદોલન સમેટાઇ ગયું:સરકારની મંજૂરી વિના એક્સટેન્શનની મૌખિક બાંહેધરી અપાતાં કર્મીઓ રાજી

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.ના 800 હંગામી કર્મીઓનું આંદોલન 5 દિવસે સમેટાયું
  • ​​​​​​​538 બિન શૈક્ષણિક જગ્યાની ભરતી માટે મંજૂરી ​​​​​​​મગાશે

મ.સ.યુનિ.ના 5 દિવસથી હડતાળ પર ઊતરેલા હંગામી કર્મચારીઓનું આંદોલન સમેટાઇ ગયું છે. યુનિયનના નેતાઓએ વીસી-રજિસ્ટ્રાર સાથેની બેઠક બાદ માર્ચ સુધી એક્સટેન્શન, સપ્ટેમ્બર સુધીમાં પગાર વધારો તથા સરકારમાં 538 જેટલી જગ્યા ભરવા માગણી કરાશે તેવી મૌખિક બાંહેધરીના આધારે હડતાળ સમેટી લેવામાં આવી હતી.

હંગામી કર્મચારીઓ દ્વારા 4 દિવસથી આઉટ સોર્સીંગના વિરોધમાં હડતાળ પડાઈ હતી. 5 દિવસે હડતાળનો અંત આવ્યો હતો. યુનિવર્સિટીના માન્ય યુનિયનોના પ્રતિનિધિ દ્વારા વીસી સાથે મુલાકાત કરી હતી. જેમાં અમુક શરતોના આધારે હડતાળનો અંત આવ્યો હતો. વીસી પોતે પણ સવારે 5 સિન્ડિકેટ સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે કર્મચારીઓની મુલાકાત લીધી હતી. બાદમાં કર્મચારીઓ સાથેની બેઠકમાં માર્ચ સુધી હંગામી કર્મચારીઓને એક્ષટેન્શન આપવાની બાંહેધરી અપાઈ હતી.

ઉપરાંત કર્મચારીઓના પગાર વધારો કરવા પણ બાંહેધરી અપાઇ હતી, જેમાં ચોથા વર્ગના કર્મચારીઓનો પગાર 16,500 તથા ત્રીજા વર્ગના કર્મીનો પગાર રૂા.16,500 કરવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત 538 જગ્યા જે ભરવા અગાઉ મંજૂરી મળી હતી તેની મંજૂરી માટે સરકારમાં પત્ર લખાશે. કર્મચારીઓ આ શરતો લેખિતમાં આપવાની વાત કરી હતી. જોકે સત્તાધીશો દ્વારા તે માન્ય રાખ્યું ના હતું. માત્ર મૌખિક બાંહેધરીના આધારે જ કર્મચારીઓએ હડતાળ સમેટી હતી. બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશી તથા સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે પણ કર્મચારીઓ સાથે મુલાકાત કરી વીસીને મળી કર્મચારીઓની માગ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...