કામગીરીમાં વિલંભ:ખાતમુહૂર્ત કર્યા પછી ફીડર લાઇનનું કામ શરૂ જ ના થયું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તરસાલી-વડદલા લાઇન માટે 3.70 કરોડના ખર્ચનો અંદાજ હતો
  • ફતેપુરામાં ડ્રેનેજ લાઈન માટે ટ્રાફિક પોલીસે મંજૂરી નથી આપી

ચૂંટણી પહેલા તેનો લાભ મળે તે માટે શાસક પક્ષે એક પછી એક તાબડતોબ પાણી, ડ્રેનેજ, બિલ્ડીંગ બાંધકામ અને રોડના રિસર્ફેસિંગની રૂ. 80 કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં એક મહિના ઉપરાંતનો સમય વીતવા છતાં હજી 3.70 કરોડના ખર્ચે પાણીની લાઈન, રૂ. 1.07 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હજી શરૂ થઈ નથી. તો ફાયર બ્રિગેડ બિલ્ડીંગનું કામ પણ હજી ચાલુ કરવામાં આવ્યું નથી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે શાસક પક્ષ દવારા તાબડતોબ 1000 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્વે આ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો લાભ ચૂંટણીમાં મેળવી શકાય તે માટે નવેમ્બર મહિનામાં તંત્ર કામે લાગ્યું હતું. જોકે ચૂંટણી પૂર્ણ થયા છતાં હજી સુધી અનેક કામો એવા છે જેની હજી કામગીરી શરૂ કરવામાં નથી આવી. શહેરમાં રૂ. 1.07 કરોડના ખર્ચે ફતેપુરા પોલીસ ચોકીથી અડાણીયા પુલ સુધી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી 45 દિવસ બાદ પણ શરૂ કરવામાં આવી નથી.

તદુપરાંત તરસાલીથી વડદલા ખાતે ફેઝ-1માં રૂ. 3.70 કરોડના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં હજી સુધી રેલવે વિભાગ સાથે સંકલન ચાલુ રહ્યું છે. તદુપરાંત પાઇપ ખરીદવાની કામગીરી કરવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી શહેરના કલાકારો આર્ટ ગેલેરીની માંગ કરતા હતા. ત્યારે ગત 15 મી નવેમ્બરે મેયર સહિતના હોદ્દેદારોએ આર્ટ ગેલેરી અને ફાયર બ્રિગેડ બિલ્ડીંગ રૂ.5.80 કરોડના ખર્ચે બનાવવા ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે બે મહીના વીતવા છતાં હજી ત્યાંથી કેબલ શિફ્ટટિંગનું કામ પણ કરાયું નથી.

ઓક્ટોબરમાં થયેલા કામોની યાદી
ખાતમુહૂર્ત તારીખ કામ
15 ઓક્ટોબર ~5.80 કરોડના આર્ટ ગેલેરી અને ફાયર બ્રિગેડના કવોટર્સના કામોનું ખાતમુહૂર્ત.
શું સ્થિતિ ઃ હજી કામ માત્ર કાગળ પર
19 ઓક્ટોબર { ~9.90 કરોડના ખર્ચે જેલ રોડ ટાંકી બનાવવાનું ખાતમુહૂર્ત.
શું સ્થિતિ ઃ ફાઉન્ડેશનનું કામ ચાલુ
{ ~9.71 કરોડના ખર્ચે ખિસકોલી સર્કલથી વડસર સુધીના રોડનું કારપેટિંગ
શું સ્થિતિ ઃ કાર્પેટિંગ પૂર્ણ, એસી બાકી
29 ઓકટોબર {~2.74 કરોડના ખર્ચે ગણેશનગરથી ગાજરાવાડી રિસરફેસિંગ, વાઇડનિંગ.
શું સ્થિતિ ઃ ડ્રેનેજના કામ બાદ પેચવર્ક કરાયું છે
{~4.15 કરોડના ખર્ચે સોમા તળાવથી મહાનગર સોસાયટી સુધી રિસર્ફેસિંગ.
શું સ્થિતિ ઃ વરસાદી ગટરનું કામ ચાલુ છે
{~4.02 કરોડના ખર્ચે દંતેશ્વર તળાવથી દર્શનમ એન્ટીકા સુધી રિસર્ફેસિંગ.
શું સ્થિતિ ઃ વરસાદી ગટરનું કામ ચાલુ છે
{તરસાલી-વડદલા પાણીની ફીડર લાઈન ~ 3.70 કરોડના ખર્ચે કામ.
શું સ્થિતિ ઃ વર્ક ઓર્ડર આપ્યો છે
{~13.34 કરોડના ખર્ચે શુસેનથી જાંબુઆથી રોડનું રિસર્ફેસિંગ.
શું સ્થિતિ ઃ વરસાદી ગટરનું કામ ચાલુ
30 ઓક્ટોબર ~10.57 કરોડના ખર્ચે ગોત્રી-સેવાસી અને તુલસીધામ થી GIDC રોડ સર્ફેસિંગનું કામ.
શું સ્થિતિ ઃ વરસાદી ગટર ચાલુ
1 નવેમ્બર ~1.07 કરોડના ખર્ચે ફતેપુરા પોલીસ ચોકીથી અડાણીયા પુલ સુધી ડ્રેનેજ લાઈન.
શું સ્થિતિ ઃ ટ્રાફિક પોલીસની મંજૂરી બાકી

અન્ય સમાચારો પણ છે...