તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મહિલા કોર્પોરેટરનો બળાપો, પાણી પુરવઠાના અધિકારી સાંભળતા નથી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાજરાવાડીમાં 10 દિવસથી પડેલા લીકેજને કારણે પાણીનો વેડફાટ
  • લીકેજ અંગે કોર્પોરેટરે અધિકારીને જાણ કરી છતાં સમસ્યા ઠેરની ઠેર

પાણીની સમસ્યા વકરી રહી છે અને તેના ઉકેલની દિશા ધૂંધળી થઈ છે. ભાજપનાં મહિલા કોર્પોરેટરે લીકેજની મરામત માટે પાણી પુરવઠાના અધિકારીના પેટનું પાણી હલતું નથી તેવો આક્રોશ ઠાલવ્યો છે. ગાજરાવાડી સિંધુનગર બહાર લાઈનમાં 10 દિવસથી લીકેજથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

રહીશોએ ઇલેક્શન વૉર્ડ 13ના ભાજપનાં મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાને જાણ કરતાં તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી, પણ તેના 24 કલાક બાદ પણ અધિકારી ત્યાં ફરક્યા નહતા.જેથી ફરી જાણ થતાં મહિલા કોર્પોરેટર સોસાયટીમાં પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, આ અંગે એક કર્મચારી તો ‘વાહન જાય છે તે લીકેજ થાય’ તેવો જવાબ આપે છે. મેયર કે કમિશનરને ફરિયાદ કરે તો બીજા દિવસે અધિકારી આવી જાય છે. 10 દિવસથી લીકેજ છે, છતાં પાણી પુરવઠાના અમૃત મકવાણાના પેટનું પાણી હલતું નથી.

10 દિવસમાં દરેક વૉર્ડમાંથી સેમ્પલ લેવાયાં​​​​​​​

વૉર્ડક્યાંથી નમૂના લેવાયા
1લક્ષ્મીનાથ વ્યાયામ શાળા
2યાકુતપુરા રોડ
3સન રેસી,ડભોઇ રોડ
4મહેશ્વરીનગર(માંજલપુર),
વિશાલનગર (તરસાલી)
5ચુનારાવાસ, બરાનપુરા,
બકરાવાડી, ગણેશવાડી,
6દર્શનમ, સાંનીધ્ય
ડુપ્લેક્સ,અકોટા ગામ
7રાંદલધામ સો,ન્યુ સમા રોડ
8બાવન ચાલ,કુંભરવાડા
9સયાજી ટાઉનશીપ, સયાજી
પાર્ક,રામ પાર્ક
10પંચવટી, આત્મજ્યોત
નગર, જેતલપુર ગામ
11અપેક્ષા પાર્ક-2, ગોત્રી ગામ
12વૈરાગી નગર,કપુરાઈ ગામ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...