તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:કારેલીબાગના ઇન્દીરાનગરમાં મહિલાના પ્રેમીને પતિ અને 2 ભાઇએ ફટકાર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ બેટથી હુમલો

કારેલીબાગ ઇન્દિરાનગરમાં પત્ની સાથેની મોબાઈલ પર વાતચીતનું રેકોર્ડિંગ સાંભળી પતિ અને તેના ભાઈઓએ પ્રેમીને માર માર્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત પ્રેમીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કારેલીબાગ ઇન્દિરાનગરમાં રહેતો ફિરોઝ ઇશાક પઠાણ સુરતમાં પડદા બનાવવાનું કામ કરે છે. તે અઠવાડિયામાં એક દિવસ વડોદરા આવે છે. તેના ઇન્દિરાનગરમાં રહેતા આરીફ શેખની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી તે મોબાઈલ પર વાતચીત કરતો હતો. મોબાઈલ પરની આ વાતચીતનું રેકોર્ડિંગ પતિ આરીફે સાંભળી લેતાં તેણે કબીર ચિકનની દુકાન પાસે બાંકડા પર બેઠેલા ફિરોજ પઠાણ સાથે બોલાચાલી કરી હતી. તેણે અપશબ્દો બોલીને ફિરોજને માર માર્યો હતો. તે સમયે ત્યાં તેનો ભાઈ જાવેદ અને અમજદ આવી જતાં તેણે બેટ અને એલ્યુમિનિયમની પટ્ટીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...