તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:રાત્રે પોલીસ સ્ટેશનમાં ધસી ગયેલી મહિલાએ કહ્યું, પતિ કંકાસ કરે છે, મારે ઘેર નથી જવું, બીજે ક્યાંક મોકલી દો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વારસિયા પોલીસ સ્ટેશનનો બનાવ : પોલીસે પતિને બોલાવી સમાધાન કરાવ્યું

વારસિયા પોલીસ મથકમાં રવિવારે રાત્રે પોલીસ કર્મચારીઓ રાબેતા મુજબની કાર્યવાહી કરી રહ્યા હતા અને પોલીસ કાફલો રાત્રિ કફર્યૂનો અમલ કરાવવા નીકળ્યો હતો ત્યારે હાંફળી ફાંફળી હાલતમાં 45 વર્ષીય મહિલા પોલીસ સ્ટેશનમાં દોડી આવી હતી.

પોલીસ અધિકારી અને કર્મચારીઓને હું મારા પતિના કંકાસથી ત્રાસી ગઇ છું અને હું ઘેર જવા માગતી નથી તેમ જણાવી ખુરશી પર બેસી ગઇ હતી. પોલીસની શી ટીમનાં સભ્યો પણ મહિલાની વાત સાંભળી ચોંક્યાં હતાં. ત્યારબાદ સહાનુભૂતિપૂર્વક મહિલાની પૂછપરછ કરી તેના પતિને બોલાવ્યો હતો અને બંનેને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

હરણી વારસિયા રિંગ રોડ પર રહેતી 45 વર્ષીય મહિલા અચાનક રાત્રે 9 વાગે વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. ઘરેથી ઉતાવળમાં નીકળેલી મહિલાના શ્વાસ પણ વધી ગયા હતા. તેણે પોલીસ કર્મીઓને મારે પતિના ઘેર જવું નથી, મને બીજે ક્યાંક મોકલી દો તેમ કહી રડવા માંડી હતી.

પોલીસ કર્મીઓ મહિલાને રડતી જોઇ સંવેદનશીલ બન્યા હતા અને તેને પાણી પીવડાવી સહાનુભૂતિથી પૂછપરછ કરી હતી. જેમાં મહિલાએ જણાવ્યું કે, વારસિયા રિંગ રોડ પર રહેતી આ મહિલાનાં લગ્નને 25 વર્ષ થયાં છે અને સંતાનમાં 2 બાળકો પણ છે. બ્રાહ્મણ પરિવારની આ મહિલાને કૌટુંબિક કારણોસર પતિ સાથે કંકાસ વધી ગયો હતો.

પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તો ઝઘડા વધી ગયા હતા. જેથી મહિલા ત્રાસી ગઇ હતી. રવિવારે રાત્રે પતિ જોડે ફરીથી ઝઘડો થતાં તે ઉશ્કેરાઇને સીધી ઘરેથી નીકળી વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. જ્યાંને પોલીસની શી ટીમને મળીને વ્યથા વર્ણવી પોતે પતિના ઘેર જવા માગતી નથી, તેને અન્ય કોઇ સંસ્થામાં આશ્રય અપાય. પોલીસ અધિકારીએ તેની પાસેથી પતિનો નંબર મેળવી તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

પોલીસે પતિ-પત્નીને સામ સામે બેસાડી બંનેની પૂછપરછ કરી માહિતી મેળવી હતી. ત્યારબાદ લગ્ન જીવનમાં સહનશીલતા રાખવી જરૂરી છે તેમ જણાવી બંનેનું એક કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું હતું. વારસિયા પીઆઇ કિરીટ લાઠિયાની સમજાવટ બાદ મહિલા તેના પતિના ઘેર જવા તૈયાર થઇ હતી અને હસતા ચહેરે પતિ સાથે વિદાય થઇ હતી. મહિલાએ વારસિયા પોલીસનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો