પાલિકાની સામાન્ય સભામાં ડાયસ પરથી મેયરે સભામાં હાજર નહિ રહેનાર મહિલા કાઉન્સિલરના નામ જાહેર કર્યું હતું તે જ સમયે મહિલા કાઉન્સિલર આવી જતા એક તબક્કે સભામાં આવતા તેમને થોભાવી જાણ કરાતા તેઓ શરમમાં મુકાયા હતા.
શહેરના અકોટા સર સયાજીરાવ નગરગૃહમાં મંગળવારે મળેલી સભામાં ઓછા કાઉન્સિલરોએ હાજરી આપી હતી. સભાની શરૂઆત થતા વંદે માતરમનું ગાન થયા બાદ મેયર કેયુર રોકડીયાએ સભામાં રજાનો રિપોર્ટ વાંચ્યો હતો. જેમાં બંને પક્ષના કાઉન્સિલર નહિ આવી શક્યા હોવાથી તેમની નામની જાહેરાત થઈ હતી. જેમાં મેયરે વોર્ડ 17ના મહિલા કાઉન્સિલર સંગીતા બેન પટેલનું નામ બોલ્યા હતા. જોકે મેયરની જાહેરાત બાદ જ કાઉન્સિલર સંગીતાબેન પટેલની એન્ટ્રી થતા સભાના સ્ટાફે તેઓને તેઓના રાજાના રિપોર્ટ અંગે જણાવ્યું હતું. જે સાંભળી સંગીતાબેન સભાખંડની બહાર જ થોભી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.