તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં વાઘોડીયા રોડની બાલાજી હોસ્પિટલના તબીબ અને દ્વારકેશ લેબોરેટરીના સંચાલકની સાંઠગાંઠમાં એજન્ટે 2.20 લાખનો મેડિક્લેમ પકવવા માટે કોરોનાનો બોગસ રિપોર્ટ બનાવ્યા હોવાનો મામલો બહાર આવ્યા બાદ બીજો બનાવ વાઘોડીયા ડભોઇ રીંગ રોડની હોસ્પિટલમાં પણ બહાર આવ્યો છે. આ હોસ્પિટલમાં પોતે ગત એપ્રીલ માસમાં સારવાર માટે દાખલ થઇ હોવાનું જણાવી એક મહિલાએ ખાનગી વીમા કંપનીમાં બોગસ દસ્તાવેેજો રજુ કરી 2 લાખનો મેડિક્લેમ પકવવા માટે ખાનગી વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો. આ મામલે ખાનગી વીમા કંપનીએ કરેલી તપાસમાં કૌંભાડ હોવાનું જણાતા કંપનીએ પાણીગેટ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરુ કરી હતી.
મેડિક્લેમ પકવવાના વધુ એક કૌંભાડની મળેલી માહિતી મુજબ શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ખાનગી હેલ્થ વીમા કંપનીમાં દસ્તાવેજો રજુ કરીને 2 લાખનો વીમાનો ક્લેમ કર્યો હતો જેથી વીમા કંપનીના જવાબદાર અધિકારીઓની અરજી આધારે પાણીગેટ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. આ મહિલાએ પોતે 20 એપ્રિલ, 2020થી 27 એપ્રિલ 2020ના ગાળામાં પોતે વાઘોડિયા ડભોઇ રીંગ રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલી હોવાના બોગસ દસ્તાવેજો, પ્રિસ્ક્રીપ્શન,બિલો તથા રિપોર્ટ રજુ કર્યા હતા. વીમા કંપનીની તપાસમાં મહિલા દ્વારા રજુ કરાયેલા આ તમામ દસ્તાવેજો બોગસ હોવાનું જણાયુ હતું . વીમા કંપનીમાં આ હોસ્પિટલનું લેટરપેડ રજુ કરાયું હતું.
જયારે એડમીટ રજીસ્ટર અને ડિસ્ચાર્જ રજીસ્ટરની કોપી તથા મેડીકલ સ્ટોર ફાર્મસીનું બિલ પણ રજુ કરાયું હતું . નજીકના ભવિષ્યમાં બોગસ બિલો અને પ્રિસ્ક્રીપ્શન તથા રિપોર્ટના આધારે મેડિક્લેમ પકવવાનું બીજું મોટું કૌંભાડ બહાર આવે તેવી પુરેપુરી શકયતા છે. પાણીગેટ પીએસઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે અરજી મળી છે અને તપાસ ચાલી રહી છે જેથી આ મામલે વધુ તેઓ કંઇ માહિતી આપી શકે તેમ નથી.તપાસને ગહન બનાવાઈ છે.
ખાનગી હોસ્પિટલના તબીબને પણ હાજર થવા ફરી નોટિસ
જે ખાનગી હોસ્પિટલમાં મહિલાએ દાખલ થઇ હોવાનું જણાવી દસ્તાવેજો રજુ કર્યા હતા તે ખાનગી હોસ્પિટલના તબીબને પણ પોલીસે નોટીસ આપી પુછપરછ માટે બોલાવ્યા હતા. તબીબે સાંજના સમયે તે નિવેદન લખાવશે તેમ કહ્યા પછી તે પોલીસ ચોકીમાં ના ફરકતાં ફરીથી નોટીસ અપાઈ છે.
બાલાજી હોસ્પિટલ મેડિક્લેમ કેસમાં ડો.રવિ પટેલની પૂછપરછ કરાઇ
કોરોના પોઝિટિવનો બોગસ રિપોર્ટ બનાવવાના કેસમાં પોલીસે જેના રેફરન્સથી નિમેશ પરમારે બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી તે ડો.રવિ પટેલે નિવેદન આપ્યું હતું કે તેમણે કોઇને રેફરન્સ ના આપ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. કૌભાંડમાં પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.