મોતનું કારણ:નિઝામપુરામાં ઝાડા-ઊલટી થયા બાદ મહિલાનું મોત થયું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબિયત બગડતાં મહિલાને SSGમાં ખસેડાઈ હતી
  • પીએમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટએટેક જણાવાયું

શહેરમાં ગંદા પાણીની બૂમો વચ્ચે નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઊલટી થયા બાદ એક મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મહિલાનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું સપાટી પર આવ્યું હતું. શહેરના નિઝામપુરા રણછોડવાડીમાં ગાયત્રી એપાર્ટમેન્ટ આવેલું છે. જ્યાં 57 વર્ષનાં જસુબેન ડાહ્યાભાઈ પરમાર રહેતાં હતાં.

તેઓ હાલોલ માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. 2 દિવસ અગાઉ તેઓને ઝાડા-ઊલટી થતાં તબિયત લથડી હતી. ત્યારબાદ તેઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં જસુબેનનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું સપાટી પર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...