વિવાદ:રૂ.10 લાખનું દહેજ ન આપતાં પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના 10 વર્ષ બાદ પણ સાસરિયાંનો ત્રાસ
  • વીઆઇપી રોડ વિસ્તારની મહિલાએ પતિ તેડવા ન આવતા બે વર્ષ અગાઉ પોલીસને અરજી કરી હતી

શહેરના વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્નનાં 11 વર્ષ બાદ સાસરિયાઓએ 10 લાખના દહેજ માટે ઘરમાંથી કાઢી મૂકતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હરણી પોલીસે બનાવના સંબંધમાં ગહન તપાસ હાથ ધરી છે.વીઆઇપી રોડની સોસાયટીમાં રહેતી પરિણીતાના વર્ષ 2011માં હાર્દિકરાવ ગાયકવાડ સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનથી તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. સંતાન થયા બાદ પતિ અને સાસરિયાઓ દ્વારા પરિણીતા પર ત્રાસ ગુજારવાનો શરૂ કરવામાં આવ્યો હતો.

દરમિયાન ગત ઓક્ટોબર મહિનામાં પરિણીતા પુત્રને લઇને પિયર ગઇ હતી અને થોડા દિવસો બાદ પતિ હાર્દિકરાવે પત્નીને ફોન કરી કહ્યું હતું કે, હવે તારે સાસરીમાં પરત આવવાની જરૂર નથી. હું તને છૂટાછેડાના કાગળ મોકલી આપું છું. જો તારે પરત આવવું હોય તો 10 લાખ રૂપિયા તારા પિતાના ઘરેથી લઇ આવજે અને એક મકાન પણ લઇ આપવું પડશે.

આમ દહેજની માગણી કરતાં પરિણીતા અને પીયરિયાં ચોંકી ઊઠ્યાં હતાં. જેથી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવના સંબંધમાં તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, અગાઉ 2020માં સાસરિયાઓની સામે પરિણિતાએ પોલીસમાં અરજી આપી હતી જેમાં જણાવ્યું હતું કે, તેનો પતિ તેડવા આવતો નથી. જોકે તે સમયે પોલીસને લીધે ત્યારબાદ પતિ પરિણીતાને તેડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...