તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વડોદરામાં ફોનનો ડિસ્પ્લે તૂટી જતાં પત્નીએ પતિને પીઠમાં ચાકુ માર્યું, સોનાની વીંટી બાબતે ઝઘડો થયો હતો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ અગાઉ પતિ સાથે ઝઘડો કરી આપઘાતની કોશીશ કરી હતી

શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતીએ સોનાની અંગૂઠી બાબતે થયેલા ઝઘડામાં મોબાઇલ ફોનનું ડિસ્પ્લે તૂટી જતાં ઉશ્કેરાઇ જઇ પતિને પીઠના ભાગે ચાકુ મારી દીધું હતું. જેથી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અગાઉ યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હતી
શહેરની એક ખાનગી હોસ્પિટલના બિછાનેથી તાંદલજામાં રહેતા હુસેન શેખે પોલીસને જણાવ્યું હતું કે, નવેમ્બર-2020માં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ તે ભાડાના મકાનમાં રહેતો હતો ત્યારે સોનાના બ્રેસલેટ બાબતે તેમણે પત્નીને પૂછતાં તે ઉશ્કેરાઇ હતી અને ગુસ્સામાં પગની ઝાંઝરી કાઢી પતિની સામે ફેંકીને બારી તરફ જઇ ચોથા માળેથી નીચે પડી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે પતિએ તેને પકડી લીધી હતી અને તે વખતે પત્નીએ તેને બચકું પણ ભર્યું હતું. ત્યારબાદ તેને પિયરમાં મોકલી આપી હતી. તે પછી પતિએ પત્ની પાસે નોટરી કરાવીને હવે હું આત્મહત્યા નહીં કરું કે ભાગવાની કોશિશ નહીં કરું તેવું લખાણ કરાવ્યું હતું.

સોનાની વીંટી મામલે ઝઘડો થયો હતો
ત્યાર પછી સામાન શિફ્ટ કરવાનો હતો ત્યારે પત્નીએ મને મારા ઘેર મૂકી આવો તેમ કહેતાં પતિએ 2 દિવસ રોકાઇ જા, સામાન ગોઠવાયા પછી મૂકી જઇશ તેમ કહેતાં પત્નીને ખોટું લાગ્યું હતું અને સાંજે સોનાની અંગૂઠી બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ પત્નીએ પતિ સાથે ઝપાઝપી કરી હતી. જેથી પતિએ પત્નીનો મોબાઇલ છીનવી લઇ તારો ફોન લઇને મારી રકમ ચૂકવી દે તેમ કહ્યું હતું. જેથી તે રસોડામાં જઇ ચાકુ લઇ આવી હતી અને મારવાની ધમકી આપી મોબાઇલ લેવા જતાં ફોન નીચે પડી ગયો હતો અને ડિસ્પ્લે તૂટી ગયું હતું. ત્યારબાદ પત્ની ઉશ્કેરાઇ હતી અને પીઠના ભાગે ચાકુનો ઘા મારી ભાગી છૂટી હતી.​​​​​​​ યુવકને ઊંડો ઘા પડી જતાં ગોત્રી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.પોલીસે બનાવના સંબંધમાં વિવિધ લોકોની પુછપરછ કરી તપાસને વધુ ગહન બનાવી છે.