છેડતી:સીટી મારી સગીરાઓને પજવતા 71 વર્ષના વૃદ્ધના પ્રસાદને બહાને અડપલાં

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છાણીના નંદનગર સોસાયટી ખાતે બનેલા બનાવ અંગે પરિવારની ફરિયાદ
  • વૃદ્ધ દ્વારા અન્ય સગીરાની પણ છેડતી કરાઈ હોવાનું ખૂલ્યું, વૃદ્ધની ધરપકડ

છાણી વિસ્તારમાં 71 વર્ષના વૃદ્ધે સગીરાને પ્રસાદ આપવાના બહાને બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરતાં સગીરાના પરિવારજનોએ વૃદ્ધ વિરુદ્ધ છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધે વિસ્તારની અન્ય સગીરા સાથે પણ શારીરિક અડપલાં કર્યાં હોવાનું સામે આવતાં વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. છાણીની નંદનગર સોસાયટીમાં મૂળ મહારાષ્ટ્રના 71 વર્ષના દયાનંદ સદાનંદ ત્રિભુવન રહે છે. તેઓ પોતાના પુત્રને ત્યાં નિવૃત્ત જીવન ગુજારે છે. બે દિવસ અગાઉ પાડોશમાં રહેતી 15 વર્ષની સગીરાને પ્રસાદ આપવાના બહાને બોલાવી તેની સાથે દયાનંદ ત્રિભુવને શારીરિક અડપલાં કર્યાં હતાં. તદુપરાંત દાદાની ઉંમરનો વૃદ્વ અવાર-નવાર સિટી મારી સગીરાની છેડતી પણ કરતો હતો. વૃદ્ધની આવી હરકત અંગે સગીરાએ તેના પરિવારજનોને જાણ કરી હતી.

જેના પગલે પરિવારજનોએ છાણી પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે વૃદ્ધ દયાનંદ ત્રિભુવનને ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સોસાયટીની અન્ય સગીરા સાથે પણ વૃદ્ધે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે પોલીસે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે વૃદ્ધનો કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પોતે આવી હરકત કરી હોવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે સોસાયટીના અન્ય રહીશોએ પણ સગીરાના પરિવારની ફરિયાદમાં તથ્ય હોવાનો સૂર પૂરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...