રાજ્યવ્યાપી હડતાલ:20મીની મધરાતથી 8 હજાર એસટી બસનાં પૈડાં થંભી જશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગીકરણ, પગારમાં વિસંગતતા સહિતના મુદ્દે પ્રદર્શન

એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટોનું નિરાકરણ ન આવતા હડતાળનું એલાન કરાયું છે. 20 ઓક્ટોબરની મધ્ય રાત્રીથી રાજ્યની 8 હજાર એસટી બસનાં પૈડાં થંભી જશે. હડતાલને પગલે વડોદરા ડિવિઝનને રોજના 42 લાખ રૂપિયા નુકસાન થવાની ભીતિ છે.

રેસકોર્સ એસટી ડિવિઝનની કચેરી ખાતે સોમવારે કર્મચારીઓએ દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. મોંઘવારીમાં વધારો, પગારમાં વિસંગતતા અને સાતમા પગાર પંચ તેમજ કર્મચારીઓને કોરોના વોરિયર્સ ઘણીને મળતા લાભ સત્વરે ચૂકવવા સહિત 10 જેટલી માગણીઓ અંગે મોરચો માંડ્યો હોવાનું જણાવ્યું હતું. હડતાળમાં 45 હજાર કર્મચારી જોડાશે.

અન્ય રાજ્યની પણ બસને નહીં આવવા દેવાય
વડોદરા વિભાગ એસટી કર્મચારી યુનિયનના પ્રમુખ અતુલ પટેલે જણાવ્યું હતું કે, કરાર મુજબ પણ સરકારે મોંઘવારી ભથ્થું ચૂકવ્યું નથી, જેથી હડતાળનો માર્ગ અપનાવ્યો છે.અન્ય રાજ્યોમાંથી આવતી બસો પણ ડેપોમાં આવવા નહીં દેવાય. વડોદરા ડિવિઝનના 1200 જેટલા રૂટ પ્રભાવિત થશે.

અન્ય સમાચારો પણ છે...