કાર્યવાહી:વડોદરામાં જાતિય સતામણીના ગુનામાં પાસાનું હથિયાર,1 વર્ષમાં 13 આરોપીને પાસા

વડોદરા24 દિવસ પહેલાલેખક: નિરજ પટેલ
 • કૉપી લિંક
 • ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટમાં 2020માં સુધારો થયો
 • નવા સુધારેલા નિયમો મુજબ પોલીસ કમિશનરે ગુના પર અંકુશ મેળવ્યો

શહેરમાં બનતા ગુનાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે ખાસ પ્રયત્નો હાથ ધર્યા છે, જેના કારણે અગાઉનાં વર્ષો કરતાં ગુનાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને મહિલા વિરુદ્ધ થતા ગુનામાં પાસા હેઠળ લેવાતાં પગલાં અસરકારક સાબિત થયાં છે. ગુનેગારો સામે અટકાયતી પગલાં અંગે સરકારના અભિગમ મુજબ સમાજ માટે ખતરા રૂપ ગુનેગારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પાસા હેઠળ અટકાયતી પગલાંના નિયમોમાં ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટમાં 2020માં સુધારો કરવામાં આવ્યો હતો.

કુલ 306 ગુનેગારો વિરુદ્ધ પગલાં લેવાયાં
શહેર પોલીસ કમિશનર ડૉ.શમશેરસિંઘની સૂચનાથી વર્ષ 2021-22ના સમયગાળા દરમિયાન શહેરનાં જુદા જુદા પોલીસ મથકો ગંભીર ગુના બન્યા હતા, જેમાં શરીર સંબંધી, મિલકત સંબંધી, જાતીય સતામણી, અનૈતિક વેપાર, સાઇબર ઓફેન્ડર, ડ્રગ ઓફેન્ડર, જુગાર, દારૂની પ્રવૃત્તિ ચલાવનાર, શાંતિ સલામતી ભંગ કરનાર સામે પાસાના નવા નિયમો હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યાં હતાં, જેમાં જુદી જુદી ગેરકાયદે પ્રવૃત્તિ બદલ કુલ 306 ગુનેગારો વિરુદ્ધ પગલાં લેવાયાં હતાં.

13ને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલી દેવાયા
​​​​​​​
માત્ર જાતીય સતામણીના ગુનામાં સંડોવાયેલા ગુનેગારો પાસા એક્ટ 2 (એચ એ) મુજબ સરકારના નવા અભિગમ મુજબ મહિલાઓ પોતે સુરક્ષીત હોવાનો અનુભવ કરે અને જે ગુનેગારો દ્વારા મહિલા વિરુદ્ધનો ગુનો મહિલાની છેડતીના બનાવો તેમજ મહિલાને જોઈ કનડગતનો ગુનો આચરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાયાં હતાં. નવા સુધારા હેઠળ કુલ 13ને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલી દેવાયા હતા.

ઇમરાન-ફારુકને જાતિય સતામણી હેઠળ 2 વાર પાસા
હાલમાં જામનગર જેલમાં પાસા હેઠળ રહેલો ઇમરાન ઉર્ફે લાલો અગાઉ આણંદ ખાતે 2018માં પાસા હેઠળ અટકાયત થઈ હતી. તેની સામે ગોરવા પોલીસ મથકમાં 3 ગુના અને આંકલાવ ખાતે જાતિય સતામણીના ગુના નોંધાયેલા છે. જ્યારે ફારુક ઉર્ફે મકોડી હાલ પાસા હેઠળ રાજકોટ જેલમાં છે, તેની સામે 2021માં પાસા થયેલા છે અને ગોરવા પોલીસ મથકમાં જાતિય સતામણીના 2 ગુના નોંધાયેલા છે.

2020-21માં 306 આરોપીઓને પાસા કરાયા
શહેરમાં શરીર તથા મિલકત સંબંધી ગુનામાં 91 ગુનેગારો, અનૈતિક વેપારના ગુનામાં 1 શખ્સને, સાઇબર અપરાધમાં 2 લોકોને, ડ્રગના તથા ક્રૂર વ્યક્તિ હોવાના ગુનામાં 4 વ્યક્તિને, મિલકત પચાવી પાડવાના ગુનામાં 1 શખ્સને, જુગારનો અડ્ડો ચલાવનાર 29 આરોપીઓને, દારૂનો ધંધો કરનાર 162 લોકોને અને અન્ય 16 પ્રકારના ગુનાઓ મળીને કુલ 306 ગુનેગારો સામે આ કાયદા હેઠળ અટકાયતી પગલાં અત્યારસુધી ભરવામાં આવ્યા છે.

જાતિય સતામણી હેઠળ પાસામાં ધકેલાયેલા ગુનેગારો

 • ​​​​ મહંમદ જાહિદ નજબુલ હસન પઠાણ, રોશન નગર, નવાયાર્ડ
 • ઈર્શાદ ઉર્ફે કાલુ મહંમદ શેખ, એકતાનગર, આજવા રોડ
 • ઈરફાન ઉર્ફે બાના મહંમદ શેખ, એકતા નગર, આજવા રોડ
 • એજાજ ઉર્ફે અગો ઉર્ફે બોબડો રહેમત અલી શેખ, ભોઈવાડા, યાકુતપુરા
 • મોહમ્મદ ફારુક ઉર્ફે મકોડી આઝમભાઈ ચૌહાણ, આલ્ફા ડુપ્લેક્સ, ગોરવા
 • ઇમરાન ઉર્ફે લાલો મનુભાઈ રાણા, રાજીવ નગર, કરોળિયા રોડ
 • અસ્ફાહસન અબ્બાસ નઈમ હુસેન સૈયદ, પરશુરામ ભઠ્ઠા, સયાજીગંજ
 • ફૈઝલ ઉર્ફે ફેજુ ઐયુબભાઈ ઘાંચી, દાનીશ કોમ્પ્લેક્સ, નવાબવાડા
 • નિલેશ ઇન્દરચંદ ગુપ્તા, હાર્દિક ચેમ્બર, અકોટા
 • પ્રકાશ ઉર્ફે પીન્ટુ નારાયણભાઈ જીનગર, અડાણિયા પુલ, મરચાવાલાની ગલીમાં
 • દિલીપ કેરી ઠાકુર, એમબીસી દાસ રેસિડેન્સી, છાણી રોડ
 • દિનેશ કાનજીભાઈ સોલંકી, શ્રમજીવી સોસાયટી, ડભોઇ રોડ ​​​​​
અન્ય સમાચારો પણ છે...