તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પાલિકામાં અગત્યનું કામ હોય તો જ મુલાકાતીને પ્રવેશ મળશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓ કોરોનામાં સપડાતાં અવરજવર પર પાબંદી
  • શાક માર્કેટ, મોલ, સુપર સ્ટોર અને બજારોમાં તકેદારી રાખવા સૂચના

કોરોના સંક્રમણ ગંભીર બનતા આખરે પાલિકાની વડી કચેરીમાં અગત્યની કે મહત્વની કામગીરી સિવાયના કોઈ મુલાકાતીઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના માટે મ્યુ.કમિશનરે લેખિતમાં પરિપત્ર પણ કર્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં સરકારે પણ તા.30 સુધી તમામ શનિવારે તમામ સરકારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જેમાં વડોદરા પાલિકા પણ બંધ રહેશે અને દર શનિવારે આવશ્યક સેવા સિવાયની તમામ કચેરીઓ અને વિભાગો તા 30 સુધી શનિવાર અને રવિવારે બંધ રહેશે .

પાલિકાની કચેરીઓમાં ખૂબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને લગતી સુચના તમામ કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી એ મેળાવડામાં મહત્તમ 50 જ ભેગા થઈ શકે જેવા કેતમામ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી પણ તાકીદ કરી છે અને તેના માટે પરિપત્ર પણ ઈશ્યૂ કર્યો છે. બીજી તરફ, બુધવારે દિવસ દરમિયાન તમામ શાકભાજી માર્કેટ શોપિંગ મોલ સુપર સ્ટોર અને બજારોમાં તકેદારી રાખવા સૂચના અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો