આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષા પાછી ઠેલવાના આંદોલનના મુદે રાજકારણ ગરમાયું છે. આર્ટસના ડીને આંદોલનમાં એબીવીપીએ રજૂઆત કરી હતી અને પરીક્ષા પાછી ઠેલવામાં આવી હોવાનો વિડિયો વાઇરલ થતા વિવાદ થયો છે. ડીન દ્વારા દબાણમાં આવીને વિડિયો બનાવ્યો હોવાના અન્ય વિદ્યાર્થી સંગઠનના આક્ષેપો કર્યા છે.
બીએ સેમ 3 ની પરીક્ષા પાછી ઠેલવાના મુદે છેલ્લા 3 દિવસથી એએસયુ,યુવા શક્તિ ગ્રુપ,જેએમજી ગ્રુપ,બીવીએમ ગ્રુપ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. સંયુકત રીતે આંદોલન કરવાના પગલે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોને પીછે હઠ કરવાનો વારો આવ્યો હતો. ગરૂવારે હેડ ઓફીસ ખાતે ઉગ્ર રજૂઆતો બાદ પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં આર્ટસના ડીન આધ્યા સકશેના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે.
બીએ સેમ 3 ની 7 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાને રી શીડયુલ કરવામાં આવી છે કે જયારથી ટાઇમ ટેબલ જાહેર થયું હતું ત્યારથી જ વિદ્યાર્થીઓની રીકવેસ્ટ આવતી હતી. અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ વડોદરા ના વિદ્યાર્થીઓ રજૂઆત કરી હતી અને ટેકનીક ઇસ્યુ બતાવ્યા હતા.
ડીન દ્વારા એબીવીપીએ આપેલું આવેદન પત્ર પણ વિડિયોમાં દેખાડવામાં આવ્યું હતું. જેના પગલે આંદોલન સફળ બનાવનાર વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી સંગઠનોએ જણાવ્યું હતું કે એએસયુ,યુવા શક્તિ ગ્રુપ,જેએમજી ગ્રુપ,બીવીએમ ગ્રુપ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેને સફળતા મળી હતી.
એબીવીપી દ્વારા ડીનનો વિડિયો જાહેર કરીને તેમના ગ્રુપના પગલે સફળતા મળી હોય તેવો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. ડીન ફેકલ્ટીમાં હાજર રહેતા નથી અને વિદ્યાર્થીઓ સાથે ઉધ્ધાતાર્ય પૂર્વક વર્તાવ કરી રહ્યા છે. હવે ડીન વિદ્યાર્થીઓ સાથે પણ ભેદભાવ કરતા દેખાઇ રહ્યા છે.
ABVPના આવેદનની ઇનવર્ડ કોપી અપાઇ
આર્ટસ ફેકલ્ટીમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો રોજે રોજ આવેદન આપે છે પણ કોઇને આવેદન પત્રની કોપી પર ઇનવર્ડનો સ્ટેમ્પ મારીને આપવામાં આવતા નથી. ત્યારે એબીવીપીના આવેદન પર ઇનવર્ડનો સ્ટેમ્પ મારીને આપવામાં આવ્યો છે.
અધ્યાપકના ઇશારે કામગીરી કરાઇ
આર્ટસના એક અધ્યાપક જે ABVP સાથે સંકળાયેલા છે. તથા હંમેશા યુનિવર્સિટીના વિરોધી જૂથ સાથે રહીને સત્તાધીશોને રજૂઆતો કરતાં રહે છે તેમના દોરી સંચારથી સમગ્ર ખેલ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.