તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશોભનિય વર્તન:આર્ટસ ફેકલ્ટીના વાઇસ ડીનને રૂમમાં પૂરી દઇને ઘેરાવો કરાયો

વડોદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોર્સ ઘટાડવા મુદે ABVPનો તાયફો
 • ડીન સહિતના શિક્ષકોએ વર્તનને વખોડી કાઢ્યું : સુરક્ષાની માગ

એબીવીપી દ્વારા આર્ટસ ફેકલ્ટીના વાઇસ ડીન સાથે અસભ્ય વર્તન કરીને તેમનો રૂમ બંધ કરીને ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. આર્ટસ ફેકલ્ટી ડીન સહિતના શિક્ષકોએ વિદ્યાર્થીનેતાઓના વર્તનને વખોડી કાઢયું છે અને વિદ્યાર્થીઓના વર્તન સામે યુનિવર્સિટી સત્તાધીશોને ફરીયાદ પણ કરી છે.

સીલેબસ ઘટાડવાની માંગ સાથે આવેલા એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ આર્ટસ ફેકલ્ટીના વાઇસ ડીન હિતેશ રાવ્યા સાથે અણછાજતું વર્તન કર્યું હતું. સીલેબસ ઘટાડવાની માંગણી સાથે આવેલા વિદ્યાર્થી નેતાઓએ ભારે હંગામો કરીને વાઇસ ડીનનો ઘેરાવો કરી લીધો હતો. વાઇસ ડીનની ઓફીસ બંધ કરીને અસભ્ય વર્તાવ કર્યું હતું. પ્રો.હિતેશ રાવ્યાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતાઓ રજૂઆત કરવા આવ્યા હતા. અમે તેમની રજૂઆત સાંભળવા તૈયાર હતા જોકે વિદ્યાર્થી નેતાઓ ભાન ભૂલી ગયા હતા અને ગમે તેમ શબ્દો બોલીને બેફામ રજૂઆતો કરી હતી. શાંતિ પૂર્વક રજૂઆતો કરવાના સ્થાને વિદ્યાર્થીઓએ હંગામો મચાવીને રૂમ બંધ કરી દીધો હતો.

વિજિલન્સ અને સિકયુરીટીનો સ્ટાફ હોવાના કારણે મારો બચાવ થયો હતો, નહીં તો વિદ્યાર્થી નેતાઓ ગમે તે કરી શકે તે પ્રકારે ઉગ્ર થઇ ગયા હતા. વિદ્યાર્થીઓના અણછાજતા વર્તનની સામે ફેકલ્ટી ડીનને પણ ફરિયાદ કરી હતી. આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા આ અંગે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત વિજિલન્સને પણ જાણ કરીે વધારાની સિકયુરીટી આર્ટસ ફેકલ્ટી ખાતે મૂકવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો