પસંદગી:28મીએ વિજય હજારે ટ્રોફી માટે વડોદરા ટીમની પસંદગી કરાશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુશ્તાક અલી ટ્રોફીમાં વડોદરા ટીમ નોકઆઉટમાં પણ પહોંચી ન હતી
  • નામ નહી પણ ફોર્મના આધારે પસંદગી થશે

ત્રિવેન્દ્રમ ખાતે રમાનાર વિજય હજારે ટ્રોફી વન-ડે ક્રિકેટ સ્પર્ધા માટે બરોડા ટીમની પસંદગી 28મી નવેમ્બરના રોજ થશે, મુશ્તાક અલી ટ્રોફી રમનાર બરોડા ટીમમાં કેટલાક ફેરફાર થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક સમયથી ટીમ પાસે મોંઘો કોચ હોવા છતાં વડોદરા ક્રિકેટ ટીમનો દેખાવ અપેક્ષા મુજબનો થયો નથી એટલે રવિવારે થનારી પસંદગીમાં અનેક બાબતોની વિચારણા કર્યા બાદ ટીમની પસંદગી કરવામાં આવશે. અંડર-25ની કેટલીક મેચો બાકી હોવાથી ટીમની પસંદગી અટવાઈ ગઇ હતી પરંતુ હવે 28મી સુધી અંડર-25 ક્રિકેટ સ્પર્ધાની મેચો પુરી થતી હોવાથી ટીમની પસંદગી સરળ બની શકશે.

બરોડા ટીમના સંભવિત ખેલાડીઓમાં કૃણાલ પંડયા (સુકાની), અતીત શેઠ, કેદાર દેવધર,શાશ્વત રાવત, વિષ્ણુ સોલંકી,જયોત્નીલસીંગ, કાર્તિક કાકડે, ભાનુ પુનીયા, નિનાદ રાઠવા,પાર્થ કોહલી, ભાર્ગવ ભટ્ટ, ધ્રુવ પટેલ, બાબાખાન, લુકમાન મેરીવાલા, શિવાલીક શર્મા,મીતેશ પટેલ, અંશ પટેલ, અગ્નીવેશ અયાચી ,ચિંતલ ગાંધી, નૂર પઠાણ, જયદેવ પટેલ, સુક્રિત પાંડે,ગુરજીન્દરમાન અને પ્રતિક ઘોડાદરાનો સમાવેશ થાય છે. હાલના તબક્કે નામ નહી પરંતુ મેરીટના આધારે ટીમ પસંદ કરવાની સુચના પણ અપાઈ હોવાનું જાણવા મળે છે.બીસીએના એક હોદેદારે જણાવ્યું હતું કે ‘વર્તમાન દેખાવને આધારે ટીમની પસંદગીમાં પ્રાયોરીટી આપવા માટે પ્રયાસ થશે જેથી ટીમનો દેખાવ સારો થાય.

અન્ય સમાચારો પણ છે...