ઇન્ટિરિયરનો ઓર્ડર:વડોદરાની કંપનીને 2 વંદે ભારત ટ્રેનના ઇન્ટિરિયરનો ઓર્ડર મળ્યો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે 75 વંદે ભારત ટ્રેન કાર્યરત કરાશે

આઝાદીના 75 વર્ષ નિમિત્તે રેલવેમાં પણ અમૃત પર્વ નો બદલાવ અને વિકાસ દેખાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આધુનિક અને ઝડપી 75 વંદે ભારત ટ્રેન કાર્યરત કરવાની મહેચ્છા વ્યક્ત કરી છે જેને પગલે હાલ ચાલી રહેલી ટ્રેન પૈકી વધુ બે ટ્રેન બનાવવા માટે વડોદરાની કંપનીને ઇન્ટિરિયરનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

વડોદરા નજીક પોર ખાતે આવેલી કંપનીને વંદે ભારત ટ્રેન નો ઇન્ટેરિયર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે ચેન્નઈ ખાતે આ ટ્રેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કંપનીના સંચાલક આશિષ પટેલે જણાવ્યા મુજબ વડોદરાની કંપનીને દેશની આધુનિક ટ્રેન નું ઇન્ટિરિયર કરવાનો મોકો મળ્યો તે ગર્વ ની વાત છે આગામી સમયમાં રેલવે દ્વારા વધુ 71 ટ્રેન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સાંસદ દ્વારા મોનોરેલ માટે પણ રેલ મંત્રી સમક્ષ રજૂઆત કરાઇ
રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવ તાજેતરમાં વડોદરા આવ્યાં ત્યારે સાંસદે રંજનબહેન ભટ્ટે મોનોરેલ ને વડોદરા વારાણસી વચ્ચે અથવા વડોદરાથી અન્ય નજીકના શહેર વચ્ચે ચલાવવા માટે રજૂઆત કરવામાં આવી છે રેલ મંત્રી દ્વારા હવા ના પ્રેશર થી ચાલતી 8 ટ્રેન ચેન્નઈ ખાતે બનાવવામાં આવી રહી હોવાનું જણાવતાં સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મતક્ષેત્ર વડોદરા અને વારાણસી હોવાથી આ ટ્રેનની માગણી કરી હતી.

દેશમાં બે વંદે ભારત ટ્રેન કાર્યરત
દેશમાં બે વંદે ભારત ટ્રેન કાર્યરત છે જે પૈકી એક ટ્રેન દિલ્હી વારાણસી વચ્ચે ચલાવવામાં આવે છે જ્યારે બીજી ટ્રેન દિલ્હી કટરા વૈષ્ણોદેવી માટે કાર્યરત છે નવી બનનારી ટ્રેન ક્યાં મૂકવામાં આવશે તે હજુ નક્કી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...