તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌકાસ્ટ વડે અંતિમ સંસ્કાર:મૃત્યુઆંક વધતાં લાકડાની અછત વચ્ચે સ્મશાનોમાં ગૌકાષ્ટનો ઉપયોગ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરનાં 4 સ્મશાનમાં 6.5 ટન ગૌકાષ્ટનો જથ્થો મોકલાયો

કોરોના મહામારીના કારણે મૃત્યુઆંક વધતા સ્મશાનોમાં 24 કલાક ચીતાઓ સળગતી જોવા મળી રહી છે. રોજે રોજ મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની લાશો આવતાં તેમને અગ્નિદાહ આપવા લાકડાઓ પણ ખુટી પડ્યાં છે. ત્યારે આરએસએસ સંચાલીત ગૌસેવા ગતિવિધિ દ્વારા હનુમાન જયંતીના દિવસથી જ શહેરના 4 સ્મશાનમાં અગ્નિદાહ આપવા 6.5 ટન ગૌકાષ્ટ મોકલાયું છે. ગૌસેવા ગતિવિધિના સંયોજક કુલદીપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા અને જલારામ સેવા ટ્રસ્ટના સહયોગથી હનુમાન જયંતીથી જ વડોદરાના ખાસવાડી સ્મશાનમાં ગૌકાસ્ટ (મોક્ષકાસ્ટ) વડે અંતિમ સંસ્કાર કરવાનું ચાલુ કરાયું છે.

બાદ શહેરના માંજલપુર, વડીવાડી સહિત 3 સ્મશાનગૃહોમાં ગૌકાસ્ટ પહોંચાડવાનું શરૂ કરાયું છે. હનુમાન જયંતીથી અત્યાર સુધી 4 સ્મશાનોમાં કુલ 6.5 ટન ગૌકાષ્ટ ગૌસેવા ગતિવિધિ દ્વારા જલારામ ટ્રસ્ટ મારફતે મોકલાયું છે. દર બે દિવસે 2.18 ટન ગૌકાસ્ટ મોકલાઇ રહ્યું છે. જ્યારે આ ગૌકાષ્ટ બાકરોલ સ્થિત શ્રીરામ ગૌસેવા પાંજરાપોળ અને વડોદરા જિલ્લાના અલાદપુરા ગામની ગૌશાળામાંથી મેળવાઇ રહી છે. કુલદીપ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે, 1 ચિતામાં 7 મણ લાકડા વપરાય છે. જ્યારે ગૌકાષ્ટનો ઉપયોગ થાય તો 1 ચિતામાં 3 મણ ગૌકાષ્ટ અને 4 મણ લાકડા જાય છે. આમ ગૌકાષ્ટથી લાકડાનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. જ્યારે લાકડાની દહન ક્ષમતાનો આંક 2200 છે,જેની સામે ગૌકાષ્ટની દહન ક્ષમતાનો આંક 3800 હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો