પરીક્ષાની જાહેરાત:SY-TYનો કોર્સ શરૂ કરતાં પહેલાં પરીક્ષા જાહેર કરાતાં હોબાળો,અંતે રદ કરવી પડી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અભ્યાસક્રમ ચાલ્યો ન હોવા છતાં પણ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાતાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. આખરે પરીક્ષા કેન્સલ કરવી પડી હતી. - Divya Bhaskar
અભ્યાસક્રમ ચાલ્યો ન હોવા છતાં પણ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાતાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. આખરે પરીક્ષા કેન્સલ કરવી પડી હતી.
  • આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોએ 26 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી
  • વિદ્યાર્થી સંગઠનોએ ભારે સૂત્રોચ્ચાર કરી ડીન અને સ્ટુડન્ડ ડીનનો ઘેરાવો કર્યો

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા એસવાય-ટીવાયનો કોર્સ ચાલ્યો ના હોવા છતાં નવરાત્રીના દિવસથી 26મી સપ્ટેમ્બરના રોજ પરીક્ષાની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થી સંગઠનોએ ડીન અને સ્ટુડન્ડ ડીનનો ઘેરાવો કરતાં પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી.

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલી રહેલા મીસ મેનજમેન્ટનો વધુ એક નમૂનો બહાર આવ્યો હતો. જેમાં એસવાય અને ટીવાયના એલાઇડ અને આઇડીનો અભ્યાસ હજુ શરૂ પણ થયો ના હોવા છતાં પણ 26 સપ્ટેમ્બરથી ઇન્ટરનલ પરીક્ષાઓનો પ્રારંભ કરવા માટે ટાઇમ ટેબલ બહાર પાડવામાં આવ્યું હતું. 26 સપ્ટેમ્બરથી જ નવરાત્રીનો પ્રાંરભ થઇ રહ્યો છે.

અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો ના હોવા છતાં પણ કોઇ પણ અધ્યાપકોની જાણ બહાર ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો. એસએસયુ ગ્રુપના પ્રીન્સ રાજપૂતની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સત્તાધીશોને ઉગ્ર રજૂઆતો કરી હતી.

તેવી જ રીતે એનએસયુઆઇના આગેવાન હેમલ કુમારની આગેવાનીમાં આવેદન પત્ર આપીને પરીક્ષાઓ પાછી ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કરતાં અભ્યાસક્રમ ચલાવવામાં જ ના આવ્યો હોવાની જાણ થતાં પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. ફેકલ્ટી ડીન અને સ્ટુડન્ટ ડીન બે જ લોકો પરીક્ષા અંગેનો નિર્ણય લીધો હતો.

અધ્યાપકો પણ અજાણ હતા
સ્ટુડન્ટ ડીન દ્વારા પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું હતું. પણ આર્ટસ ફેકલ્ટીના એક પણ વિભાગના વડા તથા અધ્યાપકોને પરીક્ષા અંગેની જાણકારી ના હતી. જેના કારણે અધ્યાપકોએ પણ આક્રોશ ઠાલવ્યો હતો. ઘણા અધ્યાપકો દ્વારા 26મી તારીખથી પરીક્ષા નહિ લઇ શકાય તેવું પણ કહી દીધું હતું.

મેનેજમેન્ટના લાંબા સમયથી મનસ્વી નિર્ણય
છેલ્લા ઘણા સમયથી આર્ટસ ફેકલ્ટીના સત્તાધિશો મનસ્વી નિર્ણયો કરી રહ્યા હોવાના પગલે વિદ્યાર્થીઓ-અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એફવાય બીએની પ્રવેશ કાર્યવાહીમાં સ્પોટ એડમીશન રાખી દેવામાં આવતા વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...