હરિધામ સોખડામાં 27 એપ્રિલના રોજ મંદિરની રૂમમાં જ ગાતરિયાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનારા ગુણાતિત ચરણદાસ સાધુના કેસમાં જિલ્લા પોલીસે સાધુના પૂર્વાશ્રમનાં બેન-બનેવીનાં નિવેદનો નોંધ્યાં હતાં. જેમાં બંનેએ સોખડામાંથી જ સ્વામી ધામમાં ગયા હોવાની જાણ કરાઈ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, સાધુના પૂર્વાશ્રમનાં બેન ભાવનાબેન અને બનેવી અમૃતભાઈ ભાવનગર ખાતે રહે છે. બંનેની પોલીસે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ સોખડા મંદિરમાં રહેતા સંત હરિપ્રકાશ સ્વામીએ ફોન દ્વારા કરી હતી અને સ્વામી ધામમાં ગયા હોવાનું જણાવ્યું હતું. સોખડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત સ્વામીના મુંબઈ ખાતે રહેતા કૌટુંબિક ભત્રીજા હરસુખભાઈ ત્રાગડિયા દ્વારા અમૃતભાઈને ફોન કરવામાં આવ્યો હતો, જેની ઓડિયો ક્લિપ પણ બાદમાં વાઇરલ થઈ હતી. આ અંગે પોલીસે અમૃતભાઈની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, હરસુખભાઈનો નંબર તેમના મોબાઈલ સેવ ન હતો.
જ્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવતાં મેં વાત કરી હતી.ઉલ્લેખનિય છે કે, હજુ સુધી પોલીસ ગુણાતિત સ્વામીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ પણ જાણી શકી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.