ફાણવણી:યુનિવર્સિટી રિસર્ચના પ્રોજેક્ટ માટે રૂા.30 લાખનું ફંડ આપશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ગ્રાન્ટ ફળવાશે
  • મ.સ.યુિન.ના વાઇસ ચાન્સેલર પ્રોજેક્ટનો રિવ્યુ કરશે

એમએસ યુનિવર્સિટી અધ્યાપકો દ્વારા કરવામાં આવતા રિસર્ચ પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવશે. યુનિવર્સિટી રિસર્ચને પ્રોત્સાહન મળે તેથી હેતુથી તથા નેશનલ એજ્યુકેશન પોલીસી ના ભાગરૂપે ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મ.સ.યુ. ના રિસર્ચ અને કન્સલ્ટન્સી સેલ દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના અધ્યાપકો દ્વારા કરવામાં આવતાં રિસર્ચ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવવાની કામગીરી કરશે. તેની મર્યાદા એક વર્ષની રહેશે અમુક કેસોમાં છ મહિના વધારો પણ કરી આપવામાં આવશે.

રિસર્ચ માટે બનાવવામાં આવેલી કમિટી દ્વારા તેનુ રિવ્યુ અને મોનીટરીંગ કરાશે. રિસર્ચ સ્કોલર દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનાર કોન્ફરન્સમાં એક પેપર પ્રસિદ્ધ કરવું પડશે. રિસર્ચ માટે અધ્યાપકો દ્વારા યુનિવર્સિટીની વેબસાઈટ ના માધ્યમથી પ્રપોઝલ રજૂ કરવું પડશે. રિસર્ચ માટે રજૂ કરવામાં આવેલું પ્રપોઝલ કમિટી તથા વાઇસ ચાન્સેલર દ્વારા રિવ્યુ કરવામાં આવશે. ત્યારબાદ રિસર્ચ પેપરના પ્રપોઝ કરીને મંજૂરી આપવામાં આવશે. રિસર્ચ માટેની ગ્રાન્ટ મેરીટના આધારે આપવામાં આવશે. રિસર્ચ માટે નવા એપોઇન્ટ થયેલા અધ્યાપકોને પ્રાધાન્ય અપાશે આ ઉપરાંત જેમને તક મળી નથી તેમને પણ પ્રાધાન્ય અપાશે.

અન્ય સમાચારો પણ છે...