ભાસ્કર વિશેષ:કન્યા રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ ગ્રહની યુતિથી વેપાર-વાણીજ્યમાં ગતિ વધશે, વરસાદનું જોર ઘટશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કન્યા સંક્રાંતિ વેળા પિતૃપક્ષ આવતો હોવાથી પિતૃઓની કૃપા મેળવવા ઉત્તમ સમય

રાજપલટાની સાથે રાજકક્ષાનો કારક ગ્રહ સૂર્ય પણ સિંહ રાશિમાંથી સ્થાન પરિવર્તન કરી કન્યામાં પ્રવેશ કર્યો છે. કન્યામાં સૂર્યના પ્રવેશથી સૂર્ય, મંગળ અને બુધ ગ્રહની યુતિ પણ સર્જાઈ છે. જ્યારે કન્યા સંક્રાંતિમાં વેપાર-વાણીજ્યમાં ગતિ જોવા મળશે, જ્યારે વરસાદનું જોર ઘટશે.જ્યોતિષ શાસ્ત્રી નયન જોશીએ જણાવ્યું કે, સૂર્ય ગ્રહોના રાજા છે. રાજકારણ પર તેમનું પ્રભુત્વ છે. સિંહ સંક્રાંતિના સ્વગૃહી સૂર્યની અસર રાજકીય ઉથલ-પાથલ દ્વારા ગત દિવસોમાં જોવા મળી છે. 16 સપ્ટેમ્બરની મધરાત્રીએ 1:11 કલાકથી કન્યામાં સૂર્ય ગ્રહે પ્રવેશ કરી દીધો છે. મંગળ અને બુધ ગ્રહ પહેલેથી કન્યામાં છે, જેથી સૂર્ય, મંગળ અને બુધ ગ્રહની યુતિ સર્જઇ છે.

જેમાં બુધ ગ્રહ કન્યા રાશિમાં સ્વગૃહી બિરાજમાન છે. કન્યા સંક્રાંતિનું પણ વિશેષ મહત્ત્વ છે. કન્યા સંક્રાંતિ દરમિયાન જ પિતૃપક્ષ આવતો હોવાથી પિતૃઓની કૃપા અને આશીર્વાદ મેળવવા આ સમય ઉત્તમ રહેલો છે. કન્યા સંક્રાંતિ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી રહેશે.કન્યાના સૂર્ય દરમિયાન કન્યા સંક્રાંતિના પ્રભાવના કારણે વેપાર-વાણીજ્યમાં તેજી જોવા મળશે. એકંદરે વરસાદનું જોર ઘટશે. કન્યા રાશિનાં સૂર્ય દરમિયાન પિતૃ પૃથ્વી લોકની નજીક આવતા હોવાથી કન્યા સંક્રાંતિ દરમિયાન મહાલય શ્રાદ્ધનો પણ પિતૃ આશીર્વાદ મેળવવા ઉલ્લેખ છે. 21 સપ્ટેમ્બરથી મહાલય શ્રાદ્ધ શરૂ થાય છે અને 6 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ પ્રાપ્ત થાય છે.

કયું શ્રાદ્ધ કયા દિવસે કરવું?

21 સપ્ટેમ્બર - એકમ તિથિનું શ્રાદ્ધ

22 સપ્ટેમ્બર - બીજ તિથિનું શ્રાદ્ધ

23 સપ્ટેમ્બર -ત્રીજ તિથિનું શ્રાદ્ધ

24 સપ્ટેમ્બર - ચોથ તિથિનું શ્રાદ્ધ

25 સપ્ટેમ્બર - પાંચમ તિથિનું શ્રાદ્ધ

26 સપ્ટેમ્બર - છઠ્ઠ તિથિનું શ્રાદ્ધ

28 સપ્ટેમ્બર - સાતમ તિથિનું શ્રાદ્ધ

29 સપ્ટેમ્બર- આઠમ તિથિનું શ્રાદ્ધ

30 સપ્ટેમ્બર - નોમ તિથિ, સૌભાગ્યવતી અને ડોસીમાનું શ્રાદ્ધ

1 ઓક્ટોબર - દશમ તિથિનું શ્રાદ્ધ

2 ઓક્ટોબર - અગિયારસ તિથિનું શ્રાદ્ધ

3 ઓક્ટોબર - બારશ તિથિનું, સંન્યાસીઓનું શ્રાદ્ધ

4 ઓક્ટોબર - તેરશ તિથિનું શ્રાદ્ધ

5 ઓક્ટોબર - ચૌદશ તિથિ અને અકસ્માતમાં મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

6 ઓક્ટોબર - પૂનમ તેમજ અમાસ તિથિ, સર્વપિતૃ શ્રાદ્ધ

અન્ય સમાચારો પણ છે...