મંગળનો મીન રાશિમાં પ્રવેશ:મીનમાં ગુરુ અને મંગળની યુતિ; મેષ, સિંહ, તુલાના જાતકોએ સાચવવું, અન્ય રાશિઓના લોકોને લાભ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મંગળનો મીન રાશિમાં પ્રવેશ થતાં શ્રેષ્ઠ યોગ સર્જાયો, 26મી જૂને સ્વગૃહી થશે

મંગળ ગ્રહ 17 મેના રોજ સવારે 9:34 કલાકે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરતા મંગળ મીન રાશિમાં 26 જૂન સુધી રહેશે અને ત્યારબાદ પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલેથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે અને મંગળ મીન રાશિમાં પ્રવેશતાં ગુરુ અને મંગળની યુતિ થતાં શ્રેષ્ઠ યોગ સર્જાયો છે.

મંગળ ગ્રહ ભૂમિપુત્ર છે. આજે કોઈ પણ વ્યક્તિ મંગળનું નામ સાંભળતાં જ ભયભીત થઈ જાય છે. જોકે મંગળ તે મંગલમય કરનારો ગ્રહ છે. હિંમત-શક્તિ-પરાક્રમ-ઉત્સાહમાં વધારો કરાવનાર છે. વ્યક્તિને નીડર બનાવનાર અને પુરુષાર્થને મજબૂત કરનાર ગ્રહ છે. જોકે નિર્બળ અને નીચનો મંગળ વ્યક્તિને ડરપોક બનાવે છે.

મંગળની કૃપા મેળવવા શું કરવું?
આ સમયમાં હનુમાનજીની ઉપાસના-હનુમાન ચાલીસા તેમજ મંગળવારે કોઈ પણ ઝાડ તેમજ છોડ આગળ ગોળ મૂકવો. મંગળવારે લાલ ગાયને ગોળ-ભાખરી ખવડાવવાથી કષ્ટોમાંથી મુક્તિ મળશે.

જાતકો પર રાશિ પરિવર્તનની થનારી અસર

 • મેષ - આ રાશિને 12મા ભાવમાં યુતિ થતાં પરેશાની. સંઘર્ષ-ખર્ચ વધશે.
 • વૃષભ - પેટની તકલીફ, નોકરિયાત માટે શ્રેષ્ઠ. મહેનતથી લાભ થાય.
 • મિથુન - અત્યંત શ્રેષ્ઠ સમય પસાર થાય.
 • કર્ક - આધ્યાત્મિક ક્ષેત્રે વધુ પ્રગતિ થાય.
 • સિંહ - દરેક બાબતે સચેતતા જરૂરી છે.
 • કન્યા - નવાં કાર્યોથી શુભ શરૂઆત થાય. લાઈફ પાર્ટનરથી લાભ મળે.
 • તુલા - મનની સ્થિરતા ન રહે. ઉગ્રતા-જીદ્દીપણાથી ઘેરાવ અનુભવાય.
 • વૃશ્ચિક - પ્રવાસથી લાભ થાય. બાળકોની પ્રગતિ થાય.
 • ધન - ગૃહ કલેશથી બચવું. પ્રોપર્ટી ખરીદાય.
 • મકર - નવિન ઊર્જા-શક્તિમાં વધારો થાય. દરેક ક્ષેત્રે સફળતા મળે.
 • કુંભ - શેર-સટ્ટાથી લાભ થાય. પરેશાનીઓમાંથી મુક્તિ મળે.
 • મીન - કાર્યક્ષેત્રે સફળતા મળે. ઉપરી અધિકારીથી લાભ થાય.
અન્ય સમાચારો પણ છે...