તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ-મુંબઇ બુલેેટ ટ્રેન પ્રોજેક્ટ:સોઇલ ટેસ્ટથી પિલર ફાઉન્ડેશનનો પ્રકાર નક્કી કરાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બુલેટ ટ્રેનના ટ્રેક માટે રાયકા અને આણંદ ખાતે હાલમાં મશીનથી સોઇલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. - Divya Bhaskar
બુલેટ ટ્રેનના ટ્રેક માટે રાયકા અને આણંદ ખાતે હાલમાં મશીનથી સોઇલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે.
 • રાયકા-આણંદમાં સોઇલ ટેસ્ટિંગ શરૂ , 3 મહિના કામ ચાલશે
 • જમીનની અંદર 40 મીટર નીચે પિલરનું ફાઉન્ડેશન કરાશે

અમદાવાદ-મુંબઇ બુલેેટ ટ્રેન પ્રોજેક્ટ ગતિ પકડી રહ્યો છે. છાણી થી અમદાવાદ અને મકરપુરા થી સુરત માટેના 2 ટેન્ડર એલોટ થતાં કંપની દ્વારા સોઈલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેર નજીક આવેલા રાયકા સાથે આણંદ પાસે પણ સોઈલ ટેસ્ટીંગની કામગીરી બે દિવસથી હાથ ધરાઇ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા છાણીથી અમદાવાદ સુધી ના 87 કિમી ટ્રેક માટે સી ફોર પેકેજ એલ એન્ડ ટીને એલોટ કરવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેન માટે ટ્રેક બનાવવા જમીન ની અંદર 40મીટર નીચે પીલરનું ફાઉન્ડેશન કરવામાં આવશે. જેથી સમગ્ર રૂટની માટી કેવી છે અને કયા પ્રકારનું ફાઉન્ડેશન બનાવવું તે માટે ટેસ્ટિંગ હાથ ધરાયુ છે. અંદાજે ત્રણ મહિના સુધી આ કામગીરી ચાલશે.

કેવી રીતે ટેસ્ટિંગ થશે
બુલેટ ટ્રેન માટે 87 કિલોમીટરના રૂટ માં દરેક કિલોમીટર 30 મીટર ઉંડે સુધી બોર કરી માટી બહાર કાઢવામાં આવશે. ત્યારબાદ ૩૦ મીટરની દરેક સ્થળના એક એક મીટરની માટીના સેમ્પલ લઇ તેનું ટેસ્ટિંગ કરાશે.

ટૂંક સમયમાં ટ્રેકનું કામ શરૂ કરી દેવાશે
હાઈ સ્પીડ રેલ ખૂબ ઝડપથી પસાર થતી હોવાથી વાઈબ્રેશન વધુ હોય છે. જેથી સોઈલ ટેસ્ટીંગ બાદ કેવા પ્રકારનો ફાઉન્ડેશન બનાવવું અને કેટલું ઉંડુ બનાવવુ તે નક્કી થશે . > સુષ્મા ગૌર પી.આર.ઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો